ઇન્ટરનેશનલ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા; કોની પાસે કેટલી શકતી? તાલિબાન પાસે છે આ વિશેષ ક્ષમતા જે

નવી દિલ્હી: ગત મંગળવારે પાકિસ્તાનની વાયુ સેનાએ અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંત પર એર સ્ટ્રાઈક (Pakistan Air Strike on Afghanistan) કરી હતી. ત્યાર બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. તાલિબાન સત્તામાં આવ્યા બાદથી બંને દેશો વચ્ચે ઘર્ષણ ધીમે ધીમે વધી રહ્યું હતું, જે હવે ચરમસીમાએ પહોંચ્યું છે. આ વર્ષે અગાઉ પણ પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો હતો.

અફઘાનિસ્તાને તૈયારી શરુ કરી:
તાજેતરની એરસ્ટ્રાઈક બાદ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે પણ બદલો લેવાની ચીમકી ઉચ્ચારી છે. રિપોર્ટ અનુસાર, એરસ્ટ્રાઈક બાદ લગભગ 15 હજાર તાલિબાન લડવૈયાઓ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 15 હજાર તાલિબાન લડવૈયાઓ કાબુલ, કંદહાર અને હેરાતથી ખૈબર પખ્તુનખ્વાની મીર અલી સરહદ તરફ આગળ વધી રહ્યા છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યું છે કે પાકિસ્તાનને તેની કાર્યવાહીનો જડબાતોડ જવાબ મળશે.

સૈન્ય શકતીના મામલે પાકિસ્તાનની સરખામણીએ અફઘાનિસ્તાનની સેના દરેક મોરચે નબળી દેખાઈ રહી છે.

કોની પાસે કેટલી ફોર્સ:
રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે સૈનિકોની કુલ સંખ્યા 6.5 લાખથી વધુ છે. વાયુશક્તિના મામલે પણ પાકિસ્તાનો પક્ષ ભારે છે, પાકિસ્તાન પાસે 1400 થી વધુ એરક્રાફ્ટ છે, ટેન્કની સંખ્યા પણ 3.5 હજારથી વધુ છે. પાકિસ્તાન પાસે 50 હજારથી વધુ સશસ્ત્ર વાહનો છે. પાકિસ્તાન પાસે 387 ફાઈટર એરક્રાફ્ટ પણ છે.

અફઘાનિસ્તાનની સૈન્ય શક્તિની વાત કરીએ તો અફઘાનિસ્તાન પાસે 3 લાખથી વધુ સૈનિકો છે. તેમાં અફઘાન આર્મી, એરફોર્સ અને પોલીસ ફોર્સની સંખ્યા પણ સામેલ છે.

રિપોર્ટ અનુસાર, યુએસ સેના અફઘાનિસ્તાનમાં લગભગ $7 બિલિયનના શાસ્ત્રો છોડી ગઈ છે. તેમાં M4 કાર્બાઇન, 82 mm મોર્ટાર લોન્ચર્સ, M16 રાઇફલ્સ, તેમજ લશ્કરી વાહનો, નાઇટ વિઝન, બ્લેક હોક હેલિકોપ્ટર, A29 ફાઇટર એરક્રાફ્ટ, સંચાર અને સર્વેલન્સ સાધનોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, અફઘાનિસ્તાનમાં રશિયન હથિયારોનો મોટો ભંડાર છે, જે હવે તાલિબાન લડવૈયાઓના કબજામાં છે. અમેરિકા અને રશિયાની સેનાએ અફઘાનિસ્તાનમાં ઘણા સમયથી બેઝ જમાવ્યો હતો.

અફઘાનિસ્તાન પાસે આવડતની અછત:
અફઘાનિસ્તાનની એરફોર્સ પાસે પણ ખાસ તાકાત નથી. અફઘાનિસ્તાન સામે સૌથી મોટી સમસ્યા એ છે કે તેના સૈનિકો પ્રશિક્ષિત નથી. અફઘાન સેના પાસે આ આધુનિક હથિયારો ચલાવવાની કુશળતા નથી. જેના કારણે આ હથિયારોનો વ્યય થઈ રહ્યો છે.

Also Read – પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો મોટો હુમલોઃ મૃતકોની સંખ્યા વધીને 46 પર પહોંચી

યુદ્ધ થશે તો શું થશે?
જો બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળશે તો, પાકિસ્તાનની જીત લગભગ નક્કી છે. પરંતુ જો યુદ્ધ થાય તો પાકિસ્તાનને ભારે નુકસાન વેઠવું પડી શકે છે, કેમ કે તાલિબાન લડવૈયાઓ પાસે દુર્ગમ વિસ્તારોમાં છુપાવવાની ક્ષમતા છે. તેમની પાસે એકે-47, મોર્ટાર, રોકેટ લોન્ચર જેવા આધુનિક હથિયારોનો વિશાળ સ્ટોક છે. આ સિવાય તાલિબાન લડવૈયાઓ પહાડો અને ગુફાઓથી છુપાઈને હુમલા કરે છે જેના વિશે પાકિસ્તાની સેના આ વિસ્તારોથી વાકેફ નથી.

આ ઉપરાંત પાકિસ્તાનને ભારતીય સરહદો પરથી સૈન્ય અને શસ્ત્ર સરંજામ અફઘાનિસ્તાનની સરહદ પર શિફ્ટ કરવો પડી શકે છે, જેથી ભારત સામે પાકિસ્તાનની સૈન્ય ક્ષમતામાં ઘટાડો થશે. આ ઉપરાંત પાકિસ્તાનના અર્થતંત્રને પણ ભારે ફટકો પડી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button