Pro-Palestine protests: યુ.એસ.ની યુનિવર્સિટીઓમાં 282 વિદ્યાથીઓની ધરપકડ, અથડામણ છતાં વિદ્યાર્થીઓ અડગ
ન્યુ યોર્ક: છેલ્લા છ મહિનાથી વધુ સમયથી ઇઝરાયલી ડિફેન્સ ફોર્સ(IDF) ગાઝામાં હમાસના ખાતમો કરવાના નામે નિર્દોષ પેલેસ્ટીનિયન નાગરીકોનો નરસંહાર(Genocide in Gaza) કરી રહી છે. બીજીતરફ અમેરિકા અને યુરોપિયન દેશો સતત ઇઝરાયલ(Israel)ને સમર્થન આપી રહ્યા છે, જેની સામે વિવિધ અમેરિકન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ અને અથડામણો બાદ પણ વિદ્યાર્થીઓ હાર નથી માની રહ્યા, વિદ્યાર્થીઓ આંદોલનનો અંત લાવવાનો ઇનકાર કરી રહ્યા છે.
ન્યુ યોર્ક સિટી પોલીસ ડીપાર્ટમેન્ટ(NYPD)એ મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી કોલંબિયા યુનિવર્સિટી (Columbia University) અને ન્યુ યોર્કની સિટી કોલેજ(City College of New York)માંથી આશરે 282 ધરપકડ લોકો કરી છે. 30 એપ્રિલથી કોલંબિયા યુનિવર્સિટીના હેમિલ્ટન હોલ પર કબજો કબજો જમાવી બેઠેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી સાથે આ ધરપકડો કરી છે.
ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે છ વર્ષની બાળકી હિંદ રજબ હત્યા કરી હતી, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ કોલંબિયા યુનિવર્સિટીના હેમિલ્ટન હોલને “હિંદ્સ હોલ” નામ આપી દીધું હતું. હેમિલ્ટન હોલ એક સમયે દક્ષિણ આફ્રિકાની આઝદી અને અમેરિકાના રંગભેદ વિરોધી સંઘર્ષનો સાક્ષી રહ્યો છે, એ સમય આ હોલનું નામ બદલી દેવામાં આવ્યું હતું.
ન્યુ યોર્ક સિટીના મેયર એરિક એડમ્સે દાવો કર્યો છે કે વિરોધ પાછળના ઘણા લોકો “બહારના આંદોલનકારીઓ” હતા, જેમને યુનિવર્સિટી સાથે કોઈ લેવા દેવા નથી.
કોલંબિયા યુનિવર્સિટીએ કેમ્પસમાં પ્રદર્શન રોકવા પોલીસની મદદ માંગી અહ્તી. NYPD ના ડેપ્યુટી કમિશ્નર ઓફ ઓપરેશન્સ કાઝ ડોટ્રીએ કહ્યું કે “પોલીસ ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી છાવણીઓ અને યુનિવર્સિટીની ઇમારતોની અંદર બેરિકેડ કરીને રહેલા લોકોને રહી છે અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી રહી છે.”
દરમિયાન, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ (UCLA) ખાતે, ઇઝરાયેલ તરફી પ્રદર્શનકરીઓની પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનકારીઓ સાથે અથડામણ થતાં તણાવ વધી ગયો હતો. ઇઝરાયેલ તરફી પ્રદર્શનકરીઓએ પેલેસ્ટાઈન તરફી વિદ્યાર્થીઓએ ઉભી કરેલી છાવણીને તોડી પાડવાના પ્રયાસો કર્યા હતા, જે બાદ અથડામણ થઇ હતી અને લાકડીઓ વડે હિંસા થઈ. વિભાગે યુનિવર્સિટીની વિનંતી પર લોસ એન્જલસ પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો.
અથડામણ અને પોલીસ એક્શન છતાં, UCLA કેમ્પસ ખાતે પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનકારીઓ અડગ રહ્યા છે, વિદ્યાર્થીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.
ન્યૂ યોર્કથી સિવાય ન્યૂ ઓર્લિયન્સની તુલેન યુનિવર્સિટી ખાતે 14 વિરોધીઓની અટકાયત કરવામાં આવી હતી, તેમજ યુનિવર્સિટી ઓફ સાઉથ ફ્લોરિડા અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન ખાતે પણ વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી..