
લોસ એન્જેલસઃ અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં એક હિંદુ મંદિર પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને શુક્રવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે તાજેતરમાં કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર પણ હુમલો થયો હતો અને તે દરમિયાન મંદિર પર ખાલિસ્તાન તરફી નારા પણ લખવામાં આવ્યા હતા. મંદિર પર એમ પણ લખવામાં આવ્યું હતું કે " Modi is Terrorist" Khalistan Zindabad
કેલિફોર્નિયાના ખાડી વિસ્તારમાં સ્થિત શેરાવલી હિંદુ મંદિર પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ કેલિફોર્નિયાના શિવ દુર્ગા મંદિરમાં ચોરીની ઘટના બની હતી. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન મંદિર સમિતિ સાથે જોડાયેલા લોકોના સંપર્કમાં છે. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર થયેલા હુમલાની યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા નિંદા કરવામાં આવી હતી. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેમના નિવેદનમાં જણાવ્યું છે કે ‘અમે કેલિફોર્નિયામાં હિન્દુઓના પવિત્ર શ્રી સ્વામિનારાયણ મંદિર પર થયેલા હુમલાની નિંદા કરીએ છીએ. અમે ગુનેગારોને જવાબદાર ઠેરવવાના નેવાર્ક પોલીસ વિભાગના પ્રયાસોની પણ પ્રશંસા કરીએ છીએ.