ટ્રમ્પે હવે આ મહિલા માટે કરી ચોંકાવનારી ટિપ્પણી, કહ્યું એના હોઠ જાણે મશીનગન…. | મુંબઈ સમાચાર

ટ્રમ્પે હવે આ મહિલા માટે કરી ચોંકાવનારી ટિપ્પણી, કહ્યું એના હોઠ જાણે મશીનગન….

ન્યુયોર્ક : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક મહિલા પર નિવેદન કરતા વિવાદ ઉગ્ર બન્યો છે. તેમણે એક મહિલાના હોઠને મશીનગન ગણાવ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના કાર્યાલયની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ અંગે ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે આ મહિલા સ્ટાર જેવી છે. તેનો ચહેરો તેનું મગજ અને તેના હોઠ. તેના હોઠ એવા ચાલે છે જયારે મશીનગન ચાલી રહ્યું છે. તે વાસ્તવમાં સ્ટાર છે.

આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા ભારત પર લગાવી શકે છે 20 થી 25 ટેરિફ…

અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કામ કરનારી સૌથી શ્રેષ્ઠ સેક્રેટરી ગણાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યુઝ ચેનલના એન્કર રોબર્ટ ફિનર્ટીને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન રોબર્ટે
તેમને કેરોલાઈન અંગે સવાલ પૂછ્યો હતો.

તેમણે કેરોલિન લેવિટને અમેરિકાના રાષ્ટ્રપતિ માટે કામ કરનારી સૌથી શ્રેષ્ઠ
સેક્રેટરી ગણાવી હતી. આ ઉપરાંત એક દિવસ પૂર્વે જ કેરોલિન લેવિટે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે અનેક
દેશોમાં યુદ્ધ વિરામ કરાવ્યો છે. તેથી તેમને નોબલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ.

આપણ વાંચો: અમેરિકા યુરોપીય સંઘ પર લાદશે 15 ટકા ટેરિફ, ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી

પહેલા પણ મહિલાઓ મુદ્દે આપત્તિજનક ટિપ્પણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ પૂર્વે પણ મહિલાઓ મુદ્દે આપત્તિ જનક ટિપ્પણી કરી ચુક્યા છે. તેમજ
ચૂંટણી પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના અનેક જુના વિડીયો અને ઓડિયો કલીપ પ્રકાશમાં આવી હતી. જેમાં તે મહિલાઓ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરતા નજરે પડ્યા હતા. જોકે, કેરોલિન લેવિટ અંગે આ પ્રકારની ટિપ્પણી કરીને તેમણે વિવાદને વધુ ઘેરો બનાવ્યો છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button