‘દારૂ તો ઈશ્વરીય ભેંટ’ છે’: પોપ ફ્રાંસિસે આપ્યું ચોંકાવનારું નિવેદન, આ પહેલા જાતીય સુખ વિશે બોલ્યા કે…
વેટિકન સિટી: વિશ્વના વિવિધ ધર્મોમાં શરબને લઈને અલગ અલગ માન્યતા છે. મોટા ભાગના ધર્મો દારૂના સેવનને વર્જિત માને છે અથવા તો દારૂને કોઈ પણ રીતે પ્રોત્સાહિત કરતાં નથી. આ બધાની વચ્ચે ખ્રિસ્તી ધર્મગુરુનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે અને લોકો તેની ભારે ચર્ચા કરી રહ્યા છે.
વેટિકન સિટીના કેથોલિક ચર્ચના વર્તમાન વડા, રોમના બિશપ અને વેટિકન સિટી સ્ટેટના સોવેરેન પોપ ફ્રાન્સિસનું તાજેતરનું નિવેદન ખૂબ ચર્ચામાં છે. પોપ ફ્રાન્સિસે વાઈનને ‘ઈશ્વરની ભેટ’ ગણાવી છે.
87 વર્ષીય પોપ કહ્યું કે શરાબ ઈશ્વર તરફથી આવેલી ભેટ છે. અને આ આપણને એટલા માટે સોંપવામાં આવી છે કારણ કે આપણેને તેને ખુશીનો સાચો સ્ત્રોત માનીએ છીએ.
તેણે મજાકમાં લોકોને કહ્યું – આ નશામાં ધૂત પોપ જેવી વાત છે. ઇટાલિયન વાઇન ઉત્પાદકોએ વેટિકન ખાતે તેમની સાથેની ખાનગી બેઠક દરમિયાન તેમના નિવેદનની પ્રશંસા કરી હતી કારણ કે તેઓ યુરોપિયન આરોગ્ય ચેતવણીઓ સામે લડ્યા હતા.
આપને જણાવી દઈએ કે આ પહેલા પણ તેને યૌન સુખને ઈશ્વરીય ભેંટ ગણાવી હતી. પોપનું લોકોને કહેવું હતું કે સેક્સનો આનંદ લેવો અને પ્રેમની રક્ષા કરવી તેમની ફરજ છે, કારણ કે તેના વગર જીવન એકલવાયું અને દૂ:ખદ હશે. તેણે કહ્યું કે ઈસાઈ ધર્મમાં, સેક્સ્યુયલ ઇન્સ્ટિકટની કોઈ નિંદા નથી.
પોપે કહ્યું- ‘વાઇન, જમીન, કૃષિ કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતા એ ભગવાનની ભેટ છે. આ આપણેને સોંપવામાં આવ્યા છે કારણ કે, આપણી સંવેદનશીલતા અને પ્રામાણિકતાથી, આપણે તેમને ખુશીના સાચા સ્ત્રોત બનાવીએ છીએ.’ પોપ તેમને પર્યાવરણ અને તેમના કામદારો સાથે આદર સાથે વર્તે તેમજ ‘હેલ્ધી ડ્રિંક્સ હેબિટ’ને પ્રોત્સાહિત કરવા પણ જણાવ્યું હતું.
અગાઉ 2016માં ધર્મગુરુએ કહ્યું હતું કે દારૂ લગ્ન પ્રસંગનો મહત્વપૂર્ણ ભાગ છે. તેણે કહ્યું- ‘લગ્નની પાર્ટીમાં શરાબ ન પીવાથી નવપરિણીત કપલને શરમ આવે છે. કલ્પના કરો કે જો તમે ચા પીતા પીતા લગ્નની પાર્ટી પૂરી કરો તો કેવું હશે.