ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનની હવા ‘નાપાક’: દિલ્હીમાં વધાર્યું પ્રદૂષણ, લાહોરમાં AQ ઈન્ડેક્સ 2,000ને પાર

નવી દિલ્હી: દેશની રાજધાની હાલ પ્રદૂષણની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. તો બીજી તરફ પાકિસ્તાનનાં બે શહેરોમાં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2000નાં આંક સુધી પહોંચી ગયો છે. જેણે લઈને ત્યાંની સરકારે બંને શહેરોમાં લોકડાઉન લાગુ કરી દીધું છે. પાકિસ્તાનમાં વાયુ પ્રદૂષણ એટલું ખતરનાક છે કે ગયા મહિને 19.1 લાખથી વધુ લોકોને શ્વાસ સંબંધી રોગોથી પીડિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નાસાએ જાહેર કરી સેટેલાઇટ ઇમેજ
નોંધનીય છે કે દર વર્ષે શિયાળામાં સિંધુ-ગંગાના મેદાનોમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરને પાર કરે છે. દર વર્ષે દિવાળી બાદ ઉત્તર અને મધ્ય ભારતમાં ખેતરોમાં પરાળી સળગાવવાના કારણે દિલ્હી સહિત તેની આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણ ઝડપથી વધવા લાગે છે. હાલમાં જ અમેરિકાની સ્પેસ એજન્સી નાસા (National Aeronautics and Space Administration)એ એક સેટેલાઇટ ઇમેજ જાહેર કરી હતી, જેમાં ભારત અને પાકિસ્તાનનો મોટો હિસ્સો કાળા ધુમ્મસની ચાદરથી ઢંકાયેલો જોવા મળ્યો હતો.

શિયાળામાં દિલ્હીમાં 72 ટકા પવનની દિશા ઉત્તર-પશ્ચિમની હોય
નેશનલ ફિઝિકલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોના અહેવાલ અનુસાર શિયાળાની ઋતુ દરમિયાન દિલ્હીમાં 72 ટકા પવનની દિશા ઉત્તર-પશ્ચિમની હોય છે. આ પવનોની સાથે રાજસ્થાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ધૂળ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં પહોંચે છે. આ સમયે થર્મલ વ્યુત્ક્રમને કારણે, પ્રદૂષણ વાતાવરણના ઉપરના સ્તરમાં ફેલાતું નથી. તેથી દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી જતું હોય છે.

આ પણ વાંચો : દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ગંભીર, AQI 500ને પાર, નોઈડા-ગુરુગ્રામમાં પણ શાળાઓ ઑનલાઇન

પરાળી સળગાવવાથી વધે છે પ્રદૂષણ
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધતા વાયુ પ્રદૂષણનું એક મુખ્ય કારણ ખેડૂતો દ્વારા ખેતરોમાં પરાળી સળગાવવાની ઘટનાઓ પણ છે. ખેડૂતોને પરાળી સળગાવવાથી રોકવા માટે, ભારત સરકારે ક્રોપ રેસિડ્યુ મેનેજમેન્ટ (CRM) યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને સુપર એસએમએસ એટેચમેન્ટ, ટર્બો હેપ્પી સીડર, રોટાવેટર અને સુપરસીડર ખરીદવા સબસીડી આપવામાં આવે છે. આ મશીનો પરાળીને સળગાવ્યા વિના તેને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જો કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પરાળી સળગાવવાની ઘટનાઓમાં ઘણો ઘટાડો થયો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button