યુએનએસસીના વિસ્તરણ અંગે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું વિસ્તરણ સમયની અનિવાર્યતા

જોહાનિસબર્ગ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્યપદ વિસ્તરણ અંગે મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે યુએનએસસીનું વિસ્તરણ ન કરવા બદલ આકરા પ્રહાર કર્યા છે. તેમણે સુધારાની હિમાયત કરતા જણાવ્યું કે ભારત, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાએ સ્પષ્ટ સંદેશ આપવો જોઈએ કે યુએનએસસીનું વિસ્તરણ હવે વિકલ્પ નહી પરંતુ એક અનિવાર્યતા છે.
ત્રણેય દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા અપીલ
જોહાનિસબર્ગમાં ઈબીએસએ(IBSA) લીડર્સ સમિટને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દુનિયા વિભાજિત છે, ત્યારે ઈબીએસએ એકતા, સહયોગ અને માનવતાનો સંદેશ આપી શકે છે. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાને સંબોધતા મોદીએ ત્રણેય દેશો વચ્ચે સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા માટે ઈબીએસએ- એનએસએ સ્તરની બેઠકને સંસ્થાકીય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. આ દરમિયાન તેમણે સંયુક્ત રાષ્ટ્રને એક મોટો સંદેશ આપ્યો અને કહ્યું કે યુએનએસસીમાં સુધારો હવે તેની અનિવાર્યતા બની ગયો છે.
આ પણ વાંચો : વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએનએસસીના સભ્યો પર લગાવ્યો આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ…
ઇબીએસએ ડિજિટલ ઇનોવેશન એલાયન્સની સ્થાપનાનો પ્રસ્તાવ
પીએમ મોદીએ તેમના સંબોધનના આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે વિશ્વના દેશોને આતંકવાદ સામેની લડાઈમાં એકજૂથ થવા અપીલ કરી હતી. તેમજ આતંકવાદ બેવડા ધોરણો અસ્વીકાર્ય છે. તેમણે માનવ-કેન્દ્રિત વિકામાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમજ ત્રણેય દેશો વચ્ચે UPI જેવા ડિજિટલ જાહેર માળખા, CoWIN જેવા આરોગ્ય પ્લેટફોર્મ, સાયબર સુરક્ષા માળખા અને મહિલાઓની આગેવાની હેઠળની ટેકનોલોજી પહેલની વહેંચણીને સરળ બનાવવા માટે ઇબીએસએ ડિજિટલ ઇનોવેશન એલાયન્સની સ્થાપનાનો પણ પ્રસ્તાવ મૂક્યો.
આ પણ વાંચો : યુએનએસસીના અહેવાલમાં મોટો દાવો, લશ્કરે તૈયબાના સમર્થન વિના પહલગામ હુમલો અશક્ય…
એઆઈના દુરઉપયોગને રોકવા માટે અપીલ
પીએમ મોદીએ એઆઈના દુરઉપયોગને રોકવા માટે પણ વૈશ્વિક પ્રયાસો માટે અપીલ કરી. તેમણે મહત્વપૂર્ણ ટેકનોલોજીને નાણાં-કેન્દ્રિત કરવાને બદલે માનવ-કેન્દ્રિત બનાવવાનો ભાર મુક્યો હતો.



