પીએમ મોદીએ બુલેટ ટ્રેનમાં ટોક્યોથી સેન્ડાઈની યાત્રા કરી, વેલકમ મોદીના નારા સાથે સ્વાગત…

ટોક્યો : પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે આજે તેમણે બુલેટ ટ્રેનની સવારી કરી હતી.
તેમણે જાપાનના પીએમ શિગેરુ ઈશિબા સાથે ટોક્યોથી સેન્ડાઈ સુધી યાત્રા કરી હતી. સેન્ડાઈ પહોંચતા સ્થાનિક લોકોએ મોદી સેન વેલકમના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
ભારતીય ટ્રેન ડ્રાઈવરોને પણ મળ્યા હતા
બુલેટ ટ્રેનમાં ટોક્યોથી સેન્ડાઈ જતા પૂર્વે બંને નેતાઓએ જીઆર ઈસ્ટ ખાતે તાલીમ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઈવરોને પણ મળ્યા હતા.
જાપાનના પીએમ શિગેરુ ઈશિબાએ ટ્વીટ દ્વારા આ મુલાકાતની માહિતી આપી હતી. તેમણે ટ્વીટમાં પીએમ મોદી સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, “સેન્ડાઈ વિથ પીએમ મોદી..
જાપાનના 16 પ્રાંતના ગવર્નરોને મળ્યા હતા
વિદેશ મંત્રાલય એ આપેલી માહિતી મુજબ પીએમ મોદી શનિવારે ટોક્યોમાં જાપાનના 16 પ્રાંતના ગવર્નરોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભારત-જાપાન સ્પેશિયલ સ્ટ્રેટેજિક એન્ડ ગ્લોબલ પાર્ટનરશિપ હેઠળ સહયોગને મજબૂત બનાવવાનું આહ્વાન કર્યું.
આ ચર્ચામાં ટેકનોલોજી, નવીનતા, રોકાણ, કૌશલ્ય, સ્ટાર્ટ-અપ્સ અને નાના અને મધ્યમ ઉદ્યોગો જેવા ક્ષેત્રને મજબૂત બનાવવામાં જેવા મુદ્દાઓ ફોફ્સમાં હતા.
આ પણ વાંચો…પીએમ મોદીએ કહ્યું ભારતની વિકાસ યાત્રામાં જાપાન સહભાગી, અમારી નીતિઓ પારદર્શી