Modi in US: ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ વડા પ્રધાન મોદી ન્યુયોર્ક પહોંચ્યા, આ કાર્યક્રમોમાં આપશે હાજરી
ન્યુયોર્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ યુએસ મુલાકાતે (PM Modi in USA) છે. વડા પ્રધાન મોદીએ ફિલાડેલ્ફિયામાં યોજાયેલી ક્વાડ સમિટ(Quad summit)માં ભાગ લીધો હતો. આ સમિટમાં વડા જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને યુએસ રાષ્ટ્રપતિ જો બાઈડેન ઉપસ્થિત રહ્યા હતા, આ તમામ વૈશ્વિક નેતોએ ધ્યાન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ક્વાડ સમિટમાં ભાગ લીધા બાદ વડા પ્રધાન મોદી ફિલાડેલ્ફિયાથી ન્યુયોર્ક જવા રવાના થયા છે, જ્યાં તેઓ યુએન સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કરશે. વડા પ્રધાન ન્યૂયોર્કમાં કેટલીક મહત્વની દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે.
વડા પ્રધાન વિલ્મિંગ્ટનના ડેલવેરમાં હોટેલ ડુપોન્ટ ખાતે પહોંચ્યા હતાં, હોટલમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન બાદ X પર એક પોસ્ટ શેર કરતા, વડાપ્રધાન મોદીએ લખ્યું કે, “ભારતીય સમુદાયે યુએસએમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે, વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર ઉભી કરી છે. તેમની સાથે વાર્તાલાપ કરવામાં હંમેશા આનંદ થાય છે.”
વડા પ્રધાને જણાવ્યું કે “22મી સપ્ટેમ્બર, રવિવારના રોજ ભારતીય સમય મુજબ લગભગ રાત્રે 9:30 વાગ્યે, હું ન્યૂયોર્ક સિટીમાં @ModiandUS કાર્યક્રમને સંબોધિત કરીશ. ચાલો આપણા રાષ્ટ્રોના સંબંધની ઉજવણી કરીએ!”
| Also Read: PM Modi યુએસ મુલાકાત દરમિયાન ટ્રમ્પને મળશે, Donald Trump કર્યો દાવો
વિલ્મિંગ્ટનથી મોદી લોંગ આઇલેન્ડ ખાતે ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપવા ન્યૂયોર્ક જશે. અહીં તેઓ ભારતીય સમુદાયના એક સભાને સંબોધિત કરવાના છે.
તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેના સહયોગને મજબૂત કરવાના ધ્યેય સાથે અગ્રણી યુએસ-સ્થિત કંપનીઓના CEO સાથે વાર્તાલાપ પણ કરશે.