ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ગાઝા વિવાદ પર પીએમ મોદીએ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી…

ભારતીય વડા પ્રધાને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સાથે વાત કરી હતી આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ ગાઝાની અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોના મોત પર શોક પણ વ્યક્ત કર્યો હતો. 

આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત પેલેસ્ટાઈનના લોકો માટે માનવતાવાદી સહાય ચાલુ રાખશે. આ ઉપરાંત આતંકવાદ, હિંસા અને પ્રદેશમાં બગડતી સુરક્ષા સ્થિતિ અંગે તેમની ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. ઈઝરાયલ-પેલેસ્ટાઈન મુદ્દે ભારતની લાંબા સમયથી ચાલતી સૈદ્ધાંતિક સ્થિતિને યથાવત રાખી હતી.

ગાઝા આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા યુદ્ધની ઘોષણા બાદ ગાઝામાં મૃત્યુઆંક વધીને 3,785 પર પહોંચી ગયો છે, જેમાં 1,524 બાળકો, 1,000 મહિલાઓ અને 120 વૃદ્ધોનો સમાવેશ થાય છે. આ સિવાય 12,493 અન્ય લોકો ઘાયલ થયા છે, જેમાં 3,983 બાળકો અને 3,300 મહિલાઓનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 12 દિવસ થઈ ગયા છે. એક દિવસ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન ઈઝરાયલ પ્રવાસ પર તેલ અવીવ પહોંચ્યા હતા. અહીં તેઓ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા હતા.

બ્રિટિશ પીએમ ઋષિ સુનકે પણ ઈઝરાયલની મુલાકાત લીધી હતી. ગુરુવારે તેલ અવીવ પહોંચેલા સુનકે કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં બ્રિટન ઇઝરાયલની સાથે છે. જો કે ઈરાન, જોર્ડન, લેબેનોન સહિત ઘણા મુસ્લિમ દેશો સતત ઈઝરાયલ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. પરંતુ તેની પરવા કર્યા વિના ઇઝરાયેલ ગાઝા પર સતત હવાઇ હુમલા કરી રહ્યું છે.

આતંકી સંગઠન હમાસે આ હુમલાને અંજામ આપવાની આખી યોજના પહેલાથી જ તૈયાર કરી લીધી હતી. સૌથી પહેલા 7 ઓક્ટોબરે સવારે 6.30 કલાકે મિસાઈલ યુનિટ દ્વારા 3 હજાર રોકેટ છોડવામાં આવ્યા હતા. આટલા મોટા હવાઈ હુમલાથી ઈઝરાયલના લોકો ચોંકી ગયા હતા. ત્યાર બાદ આતંકવાદીઓ એરબોર્ન યુનિટ દ્વારા પેરાગ્લાઈડર મારફતે ઈઝરાયેલમાં પ્રવેશ્યા હતા. ત્યાર બાદ કમાન્ડો યુનિટે જમીન પરની વાડ તોડીને આતંકવાદીઓ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા. ઈઝરાયલના અંદાજ મુજબ હમાસના લગભગ 1000 આતંકવાદીઓએ ઇઝરાયલમાં ઘૂસણખોરી કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…