પીએમ મોદીએ કહ્યું ભારત રશિયા સહયોગ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ...
Top Newsઇન્ટરનેશનલ

પીએમ મોદીએ કહ્યું ભારત રશિયા સહયોગ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ…

તિયાનજિન : ચીનના તિયાનજિન આયોજિત એસસીઓ સંમેલનના પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેની બાદ પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.

જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને રશિયા સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હંમેશા સાથે ઉભા રહ્યા છે. બે દેશો વચ્ચેનો આ ગાઢ સહયોગ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે.

બંને પક્ષો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું કે, મને લાગે છે તમને મળવો એક યાદગાર અનુભવ રહ્યો છે. અમને અનેક વિષયો પર માહિતી આદાન પ્રદાન કરવાનો અવસર મળ્યો છે.

બંને પક્ષો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ છે. તેમજ કહ્યું કે 140 કરોડ ભારતીયો આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારા 23માં શિખર સંમેલન માટે તમારી રાહ જોઈ રહ્યા છે.

પુતિને પીએમ મોદીને પ્રિય મિત્ર કહ્યું
જયારે બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દ્વિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીને જણાવ્યું કે, પ્રિય મિત્ર, 21 ડિસેમ્બરના રોજ આપણી વિશેષ રણનીતિક ભાગીદારીને 15 વર્ષ પૂર્ણ થશે. હું વિશ્વાસ સાથે કહું છું કે આપણો સબંધ સિદ્ધાંત આધારિત છે અને તેમાં બહુઆયામી સહયોગ છે.

સહયોગ રાજકારણથી પર
તેમણે વધુમાં જણાવ્યું કે, આપણે આંતરરાષ્ટ્રીય સંગઠનો યુએન હોય કે બ્રિક્સ તેમાં સાથે મળીને અવાજ ઉઠાવીએ છીએ.
તેમજ આજની બેઠક આ સહયોગને વધુ મજબૂત બનાવશે.

રશિયા અને ભારત વચ્ચે એક વિશ્વસનીય ભાગીદારી છે અને વધુ મજબૂત બની રહ્યા છે. આ સહયોગ રાજકારણથી પર છે લોકો આ સંબંધને સમર્થન આપે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button