ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘ભારત માતાકી જય’ ના નારા સાથે પીએમ મોદીનું રશિયામાં સ્વાગત…

મોસ્કોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા રશિયા પહોંચી ગયા છે. તેઓ મંગળવારે રશિયાના કઝાન શહેર પહોંચ્યા હતા. તેમણે પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.

આ પણ વાંચો : ‘કનેડા ખાલિસ્તાની કટ્ટરવાદીઓને પ્રોત્સાહિત કરી રહ્યું છે…’, ભારત પરત ફરતા પહેલા હાઈ કમિશનર સંજય વર્માના આરોપ

PM મોદી 16માં BRICS સમિટમાં ભાગ લેવા માટે કઝાન પહોંચ્યા છે. કઝાન પહોંચતા જ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પુતિન ઉપરાંત ઘણા બ્રિક્સ સભ્ય દેશોના વડાઓને પણ મળશે.

રશિયામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓએ કઝાન પહોંચ્યા બાદ પીએમ મોદીના સન્માનમાં સ્વાગત ગીત ગાયું હતું. G-7 જેવા પ્રભાવશાળી સમૂહની સરખામણીએ બ્રિક્સનો ઈતિહાસ ભલે બહુ જૂનો ન હોય, પરંતુ આ સમિટમાં એવા મોટા નિર્ણયો લાગુ થઈ શકે છે, જેની ભવિષ્યમાં મોટી અસર થઈ શકે છે. આમાંથી એક બ્રિક્સ ચલણ છે, જેની છેલ્લા કેટલાક સમયથી ચર્ચા થઇ રહી છે.

બ્રિક્સ દેશો ડોલર સામે સ્પર્ધા કરી શકે તેવું રિઝર્વ ચલણ શરૂ કરવા માંગે છે. રશિયાના કઝાન શહેરમાં 22 થી 24 ઓક્ટોબર દરમિયાન યોજાનારી BRICS સમિટમાં સભ્ય દેશો આવી ગોલ્ડ બેક BRICS ચલણ રજૂ કરવા પર ચર્ચાને આગળ વધારી શકે છે. ચીન સાથે અમેરિકાના વેપાર યુદ્ધ અને ચીન અને રશિયા પર અમેરિકાના પ્રતિબંધો વચ્ચે જો બ્રિક્સ દેશો આ નવા ચલણ પર સહમત થાય છે તો આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને પડકારવાની સાથે સાથે તે આ સભ્ય દેશોની આર્થિક તાકાત પણ વધારી શકે છે.

હાલમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં યુએસ ડોલરનું વર્ચસ્વ છે. વિશ્વભરમાં લગભગ 90 ટકા વેપાર યુએસ ડોલરમાં થાય છે. તે જ સમયે, અત્યાર સુધી 100 ટકા ઓઇલ ટ્રેડિંગ માત્ર યુએસ ડોલરમાં જ થતું હતું, પરંતુ ગયા વર્ષના અહેવાલ મુજબ હવે કેટલુક ઓઇલ ટ્રેડિંગ નોન-યુએસ ડોલરમાં પણ થવા લાગ્યું છે.

આ પણ વાંચો : ‘ભારત અને પાકિસ્તાને ભવિષ્ય વિષે વિચારવું જોઈએ….’, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનું નિવેદન

બ્રિક્સ સમિટનું મહત્વ હવે દુનિયાભરના દેશો સમજવા લાગ્યા છે. દુનિયા હવે બ્રિકસની વધતી જતી રાજકીય શક્તિઓથી વાકેફ છે. પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી બ્રિક્સનું સભ્ય બનવા માટે રાહ જોઇને બેઠું છે, પણ અત્યાર સુધી ભારતના વિરોધને કારણે તેની દાળ ગળતી નહોતી. જોકે, હવે એવા સંકેતો મળી રહ્યા છે કે બ્રિક્સની આ વખતની સમિટમાં ભારત પાકિસ્તાનને સભ્ય બનાવવા માટે મંજૂરી આપી દેશે.

બ્રિક્સ ચલણ, પાકિસ્તાનને સભ્ય પદ ઉપરાંત અનેક જિયોપોલિટિકલ નિર્ણયોને કારણે હાલની બ્રિક્સ સમિટ નિર્ણાયક બનશે, તેમાં કોઇ શંકા નથી.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker