
માલે : વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વિદેશ પ્રવાસે છે. આ દરમિયાન શુક્રવારે પીએમ મોદી માલદીવની રાજધાની માલે પહોંચ્યા હતા. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ, વિદેશ પ્રધાન, સંરક્ષણ પ્રધાન, નાણાં પ્રધાન, ગૃહ પ્રધાન એરપોર્ટ પર હાજર હતા. તેમજ છેલ્લા બે વર્ષથી બોયકોટના ભારતના નારા લગાવનારા માલદીવ સરકારના આ બદલાવ પાછળ અનેક કારણો જવાબદાર છે.
આર્થિક સંકટમાંથી ઉભરવા ભારતે મદદ કરી
માલદીવના રાષ્ટ્રપતિ મુઇઝુ છેલ્લા 20 મહિનાથી ભારતને લઈને કરેલી ભૂલોને સુધારવા માટે મજબુર થયા છે. તેનું મુખ્ય કારણ માલદીવનું આર્થિક સંકટ છે. કોરોના બાદ માલદીવની અર્થવ્યવસ્થા ખુબ કફોડી હાલતમાં છે. માલદીવનો વિદેશી મુદ્રા ભંડાર સપ્ટેમ્બર 2024માં માત્ર 440 ડોલર હતો. જે દોઢ મહિનાની આયાત માટે પણ અપૂરતો હતો. આ મુશ્કેલીના સમયમાં ભારતે માલદીવની મદદ કરી હતી અને ભારતે 750 મીલીયન ડોલરની કરન્સી સુવિધા સ્વેપના માધ્યમથી આપી હતી. તેમજ 100 મીલીયન ડોલરની ટ્રેઝરી બિલ રોલ ઓવર સાથે સહાયતા આપી હતી.
માલદીવના ભારતમાં અરબો રૂપિયાના પ્રોજેક્ટ
આ ઉપરાંત ભારત માલદીવમાં અરબો રૂપિયાનો પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માલદીવમાં માળખાકીય સુવિધાના વિકાસ માટે મહત્વનું યોગદાન આપશે. માલદીવ ભારતના સહયોગથી હનીમાધૂ એરપોર્ટનું નિર્માણ કરી રહ્યું છે. તેમજ 4000 ઘરો પણ બનાવવામાં આવી રહ્યા છે. જેનું કામ ઓગસ્ટ 2025 સુધી પૂર્ણ થવાની આશા છે. આ ઉપરાંત ભારત ગેત્ર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ પર પણ કામ કરી રહ્યું છે. જેમાં એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે જે સપ્ટેમ્બર 2026 સુધી પૂર્ણ થાય તેવી શકયતા છે.
માલદીવમાં મોટાભાગના પ્રોજેક્ટ અટવાયા
ભારત માલદીવમાં માળખાકીય સુવિધાના વિકાસ માટે કાર્યરત છે. માલદીવના અડડુમાં ભારત ઓગસ્ટ 2024માં એક લિંક બ્રિજ યોજનાનું ઉદ્ઘાટન કર્યું છે. ભારત 29 મિલીયન ડોલરના ખર્ચે એરપોર્ટ બનાવી રહ્યું છે. જોકે, ભારત સાથે વધતા તણાવના પગલે માલદીવમાં આ બધા પ્રોજેક્ટ અટક્યા છે. આ ઉપરાંત વર્ષ 2025માં ભારતે માલદીવના નૌ સેનાના વિસ્તરણ માટે 13 સમજુતી પર સહી કરી હતી. જેમાં 56 કરોડનો સહયોગ પર આપ્યો હતો. ભારત માલદીવનો સૌથી મોટી વેપાર ભાગીદારમાંથી એક છે. જેનું ટનઓવર 548 મિલિયન ડોલરથી વધારે છે. જેના પગલે બોયકોટ ઇન્ડિયાની નારો માત્ર ચૂંટણી પ્રચાર સુધી સીમિત રહ્યો હતો.
આપણ વાંચો: ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, 25 લોકોના મોત
પ્રવાસીઓની સંખ્યામાં 50,000 લોકોનો ઘટાડો થયો
જયારે પીએમ મોદી અને ભારત તરફ માલદીવના ઝુકાવનું સૌથી મોટું કારણ માલદીવનો પર્યટન ઉદ્યોગ છે. માલદીવના અર્થ વ્ય્વસ્થામાં પર્યટનની ભાગીદારી 28 ટકા છે. જેમાં ભારતીય પર્યટકોની સંખ્યા વધારે છે. જયારે વર્ષ 2024માં બાયકોટ માલદીવ બાદ પ્રવાસીઓની સંખ્યામાં 50,000 લોકોનો ઘટાડો થયો. તેમજ 150 મિલિયન ડોલરનો ફટકો પડયો હતો. ત્યારે હવે રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારતીય પર્યટકોને માલદીવ આવવા અપીલ કરી છે.