પીએમ મોદીને ભુતાનના ‘સર્વોચ્ચ નાગરિક’નું મળ્યું સન્માન
ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપોથી સન્માનિત થનારા મોદી પ્રથમ વિદેશી નેતા
થિમ્પુઃ ભુતાનના રાજાએ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપો’થી સન્માનિત કર્યા હતા. આ ભુતાનનું સર્વોચ્ન નાગરિક સન્માન છે, જ્યારે પીએમ મોદી આ સન્માન મેળવનારા પહેલા વિદેશી નેતા છે.
આ સન્માન આપવા માટે સમાજના દરેક લોકો માટે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ અને યોગદાનનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. ડ્રુક ગ્યાલપો સન્માન તમામ સન્માનો અને પુરસ્કારો માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. એની સ્થાપના કરવામાં આવ્યા પછી અત્યાર સુધીમાં ચાર દિગ્ગજ લોકોને આ સન્માન આપવામાં આવ્યું છે.
ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલપો પુરસ્કાર પ્રાપ્ત કરનારામાં એક તો ભુતાનના રાણી દાદી આશી કેસાંગ ચોડેન વાંગચુકનો સમાવેશ થાય છે. આ સન્માન 2008માં જે થ્રિજુર તેનજિન ડેંડુપ અને 2018માં જે ખેંપો ટ્રુલકુ ન્ગાવાંગ જિગ્મે ચેએદ્રાને મળ્યું હતું. જે ખેંપો ભુટાનના કેન્દ્રીય મઠના મુખ્ય મઠાધીશ છે.
અહીં એ જણાવવાનું કે પીએમ મોદી બે દિવસના ભુતાનના પ્રવાસે છે, જેમાં આજે થિંપુમાં ભુટાનના કિંગ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે મુલાકાત કરી હતી. લેન્ડ ઓફ થન્ડર ડ્રેગન તરીકે ઓળખાતા ભુતાનનું રાષ્ટ્રીય નામ ડ્રુક યુલ તરીકે ઓળખાય છે.