ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

BIMSTEC સમિટમાં ભાગ લેવા પહોંચેલા PM Modiએ મ્યાનમારને મદદ કરવાનું આપ્યું આશ્વાસન

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સ્ટેક(BIMSTEC)સમિટમાં ભાગ લેવા માટે બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી ગુરુવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોક પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન શુક્રવારે પીએમ મોદી બેંગકોકમાં મ્યાનમારના વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લેઇંગને પણ મળ્યા હતા.

પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાત વિશે પોસ્ટ કરી અને કહ્યું, “બેંગકોકમાં BIMSTEC સમિટ દરમિયાન મ્યાનમારના સિનિયર જનરલ મીન આંગ હ્લેઇંગને મળ્યા. તાજેતરના ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાન પર ફરી એકવાર શોક વ્યક્ત કર્યો. ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારને મદદ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. અમે ભારત અને મ્યાનમાર વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, ખાસ કરીને કનેક્ટિવિટી, ક્ષમતા નિર્માણ, માળખાગત વિકાસ અને અન્ય ક્ષેત્રો પર પણ ચર્ચા કરી.”

મ્યાનમારમાં વિનાશક ભૂકંપમા 3000 થી વધુ લોકોના મોત

ગયા અઠવાડિયે શુક્રવારે મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપમાં બિલ્ડિંગો, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓને નુકસાન થયું હતું. ભૂકંપને કારણે 3000 થી વધુ લોકોનાં મોત પણ થયા છે. ચાર હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ મુશ્કેલ સમયમાં ભારતે મ્યાનમારને રાહત સામગ્રી પણ મોકલી છે.

ભૂકંપ પછી પીએમ મોદીએ જનરલ સાથે વાત કરી

આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિનાશક ભૂકંપ પછી એક સંદેશ પોસ્ટ કર્યો હતો. જેમાં કહ્યું હતું કે, મ્યાનમારના વરિષ્ઠ જનરલ મહામહિમ મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકો પર મારી ઊંડી સંવેદના વ્યક્ત કરી. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકો સાથે ઉભું છે.

આપણ વાંચો:  અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button