Breaking: નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 19 લોકો સવાર હતા, 4ના મોત

Breaking: નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર પ્લેન ક્રેશ, 19 લોકો સવાર હતા, 4ના મોત

કાઠમંડુ: નેપાળના કાઠમંડુમાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્લેન ક્રેશ (Nepal Plane crash) થયું હતું, આ પ્લેનમાં 19 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.

સ્થાનિક મીડિયા અનુસાર બુધવારે નેપાળના કાઠમંડુમાં ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ(TIA ) પર સૌર્ય એરલાઇન્સ(Saurya Airlines)નું એરક્રાફટ ટેકઓફ દરમિયાન ક્રેશ થયું હતું. TIAના પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે જણાવ્યું હતું કે, પોખરા જઈ રહેલા વિમાનમાં એર ક્રુ સહિત ઓગણીસ લોકો સવાર હતા જે સવારે 11 વાગે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

અકસ્માત બાદ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. હાલમાં, રેસ્ક્યુ ટીમ વહેલી તકે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે જેથી કરીને વિમાનમાં સવાર મુસાફરો વિશે માહિતી મેળવી શકાય.

પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે વિમાન ટેકઓફ દરમિયાન રનવે પરથી લપસી ગયું હતું, જેના કારણે અકસ્માત થયો હતો.

અહેવાલ મુજબ નેપાળમાં વર્ષમાં સરેરાશ એક ફ્લાઈટ દુર્ઘટના સર્જાય છે. 2010 થી, ઓછામાં ઓછા 12 જીવલેણ પ્લેન ક્રેશની ઘટના બની છે.

ગત વર્ષે જાન્યુઆરી 2023 માં, એરલાઇન્સની ફ્લાઇટ ક્રેશ થતાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. આ ઘટનામાં યાત્રીઓ અને ક્રૂ મેમ્બર સહિત વિમાનમાં સવાર તમામ 72 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પોખરા નજીક પહોંચતા જ એરક્રાફ્ટ એક ઢોળાવવાળી ખાડીમાં પડી ગયું, ટુકડા થઈ ગયું અને આગ ભભૂકી ઉઠી હતી.

સંબંધિત લેખો

Back to top button