ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, 25 લોકોના મોત | મુંબઈ સમાચાર

ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી, 25 લોકોના મોત

મનીલા : દક્ષિણ પૂર્વ એશિયાના દેશ ફિલીપાઈન્સમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. આ ઉષ્ણ કટીબંધીય તોફાનના લીધે ભારે વરસાદ અને પુરની સ્થિતીનું નિર્માણ થયું છે. જેમાં અત્યાર સુધી 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. જયારે અનેક લોકો પુર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. જયારે ઉત્તર પર્વતીય વિસ્તારમાં ઉષ્ણ કટીબંધીય તોફાનના લીધે હવામાન વધુ ખરાબ થયું છે.

શુક્રવારે તેની ગતિ 100 કિલોમીટરની આસપાસ

આ વાવાઝોડા ” કો મે ” બુધવારે રાત્રે ફિલિપાઈન્સના પંગાસિનાન પ્રાંતના અગ્નો વિસ્તારથી શરુ થયું છે. આ દરમિયાન વાવાઝોડું 165 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આગળ વધ્યું હતું. જેના લીધે અનેક વિસ્તારોમાં ભારે તબાહી જોવા મળી હતી. જોકે, ઉત્તર પૂર્વમાં વધતા આ વાવાઝોડું ધીરે ધીરે નબળું થઈ રહ્યું હતું. શુક્રવારે તેની ગતિ 100 કિલોમીટરની
આસપાસ જોવા મળી હતી.

આઠ લોકો ગાયબ

ફિલીપાઈન્સમાં વાવાઝોડાને લીધે ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી હતી. જેના લીધે ભારે નુકસાન પણ જોવા મળ્યું હતું. આ અંગે આપદા પ્રબંધન અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 25 લોકોના મોત થયા છે. જેમાં મોટા ભાગના મૃત્યુ અચાનક પુર, ઝાડ પડવા, ભૂસ્ખલન અને કરંટ લાગવાને કારણે થયા છે. જયારે આઠ લોકો ગાયબ છે.

મનીલામાં સ્કુલ બંધ રાખવાના આદેશ

આ ઉપરાંત સરકારે સાવચેતીના પગલા લેતા શુક્રવારે મનીલામાં સ્કુલ બંધ રાખવાના આદેશ આપ્યા હતા. તેમજ ઉત્તરી લુઝોન ક્ષેત્રમાં પણ શાળાઓ બંધ રાખવાના આદેશ આપ્યા છે. તેમજ પુર અને ભૂસ્ખલનથી પ્રભાવિત ગ્રામજનોને બચાવવા માટે હજારો સૈનિકો, પોલીસ, ફાયર બ્રિગેડ કર્મચારી અને કોસ્ટ ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો…વિયેતનામમાં ભયાનક બોટ દુર્ઘટના: વાવાઝોડાથી ‘વન્ડર સી’ બોટ પલટી, 34 પ્રવાસીઓના મોત, અનેક લાપતા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button