ઇન્ટરનેશનલ

ટાયફૂન મેન-યી ફિલિપાઈન્સમાં ભૂસ્ખલનઃ ૭ લોકોના મોત…

મનીલા: ઉત્તર ફિલિપાઈન્સમાં ટાયફૂન મેન-યીને લીધે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત નીપજ્યા હતા અને ફૂંકાતા પહેલા સંખ્યાબંધ મકાનોનો નાશ કર્યો હતો. એક પછી એક ફૂંકાયેલા વાવાઝોડાઓ દ્વારા સર્જાયેલી કટોકટી વધુ ખરાબ થઈ હતી અને મોટી સંખ્યામાં ગામલોકોને વિસ્થાપિત કર્યા હતા એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.

આ પણ વાંચો : રશિયાએ યુક્રેનના પાવર ગ્રીડ પર કર્યો હુમલો, સાતના મોત

એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ઉત્તર ફિલિપાઈન્સમાં ત્રાટકેલા છ મોટા તોફાનો પૈકીનું એક મેન-યી સૌથી મજબૂત હતું અને શનિવારે પૂર્વીય ટાપુ પ્રાંત કેટેન્ડુઆન્સમાં ત્રાટક્યું ત્યારે પ્રતિ કલાક ૧૯૫ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો.

પ્રાદેશિક પોલીસ વડા બ્રિગેડિયન જનરલ એન્ટોનિયો પી મરલાગ જુનિયરે જણાવ્યું હતું કે મેન-યીને લીધે આવેલા મુશળધાર વરસાદ અને ભયંકર પવનને કારણે સોમવારે વહેલી સવારે નુવા વિઝકાયા પ્રાંતના ઉત્તરીય શહેર અંબાગુયોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં એક ઘર દબાઈ ગયું હતું અને બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા.

મરાલાગે જણાવ્યું હતું કે, આર્મીની ટુકડીઓ, પોલીસ અને ગ્રામજનો અન્ય ત્રણ લોકોની શોધ માટે પ્રયાસ કરી રહ્યા છે જેઓ કાદવ, પથ્થરો અને ઉખડી ગયેલા વૃક્ષોના હિમપ્રપાતમાં દટાયા હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : Benjamin Netanyahu ના ઘર નજીક હિઝબુલ્લાનો રોકેટ હુમલો, સુરક્ષા એજન્સીએ ઘટનાને ગંભીર ગણાવી

યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિન મનીલામાં રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરને મળ્યા હતા અને ટાયફૂન પીડિતો માટે માનવતાવાદી સહાયમાં વધારાનાં ઍક મિલિયન ડોલરની જાહેરાત કરી હતી અને, તેમને માટે પ્રાર્થના કરી હતી. તેમણે માર્કોસને કહ્યું કે તેમણે ફિલિપિનો દળોને જીવનરક્ષક સહાય પૂરી પાડવા માટે યુએસ સૈનિકોને અધિકૃત કર્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button