પીએમ મોદી અને જિનપિંગની કેમેસ્ટ્રી જોઈ ટ્રમ્પના એડવાઈઝર લાલઘૂમઃ ભારત માટે શું કહ્યું, જાણો…

ન્યુયોર્ક : ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોર દરમિયાન ચીન અને ભારતની મુલાકાતથી અમેરિકાને આંચકો લાગ્યો છે. ચીનમાં આયોજિત એસસીઓ સમીટમાં બે દેશની અનેક મુદ્દે સહમતીથી અમેરિકાને સંદેશ આપવામાં આવ્યો છે.
ત્યારે આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારો લાલઘૂમ થયા છે. તેમણે ફરી એક વાર ભારત પર યુક્રેન યુદ્ધને ફાયનાન્સ કરવાનો આક્ષેપ કર્યો છે.

ભારત રશિયાને યુક્રેન યુદ્ધ માટે ફાયનાન્સ કરી રહ્યું છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકાર પીટર નાવારો ભારત વિરુદ્ધ નિવેદન આપતા કહ્યું કે, ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાથી રશિયાના યુદ્ધ મશીનને વધારો મળી રહ્યો છે.
ભારતની ટીકા કરતા કહ્યું હતું કે , રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલુ રાખીને ભારત રશિયાને યુક્રેન યુદ્ધ માટે ફાયનાન્સ કરી રહ્યું છે. ભારત રશિયા પાસેથી સસ્તું ક્રુડ ઓઈલ ખરીદીને યુદ્ધને પ્રોત્સાહન આપી રહ્યું છે.

ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ નહોતું ખરીદતું
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પીટર નાવારોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2022 માં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા યુક્રેન પર આક્રમણ કરવામાં આવ્યું હતું.
આ પૂર્વે ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ નહોતું ખરીદતું અથવા તો ખૂબ જ ઓછી માત્રામાં ખરીદતું હતું. જેની બાદ જ ભારતને રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું શરુ કર્યું હતું.
રશિયા ભારતને ક્રૂડ ઓઇલની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપે છે
નાવારોએ જણાવ્યું કે, રશિયા ભારતને ક્રૂડ ઓઇલની ખરીદી પર ડિસ્કાઉન્ટ આપે છે. તેઓ તેને રિફાઇન કરીને યુરોપ, આફ્રિકા અને એશિયામાં મોકલે છે અને ઘણા નાણા કમાય છે. આ જ ખરીદી રશિયાના યુદ્ધ મશીનને બળતણ પૂરું પાડે છે. ભારત રશિયા માટે વોશિંગ મશીન સિવાય બીજું કશું નથી જે રશિયાને યુક્રેનિયનોને મારવામાં મદદ કરી રહ્યું છે.
આ પણ વાંચો…ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો, ભારત અને ચીન વચ્ચે આ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ