Perry High School shooting: યુએસની શાળામાં ફાયરિંગ, 1 બાળકનું મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુએસની શાળામાં ફાયરિંગ, 1 બાળકનું મોત

વોશિંગ્ટનઃ અમેરિકામાં ક્રિસમસની રજાઓ બાદ સ્કૂલો ખુલતાની સાથે જ ગોળીબારની ઘટના બનતા દેશ ચોંકી ઉઠ્યો છે. અમેરિકાના આયોવા રાજ્યમાં બનેલી આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર હુમલાનો આરોપી પણ મૃત હાલતમાં મળી આવ્યો છે. અધિકારીઓને શંકા છે કે તેણે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી હશે.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના ગુરુવારે સવારે 7:30 વાગ્યે બની હતી. પબ્લિક સેફ્ટી ડિવિઝન ઓફિસર મિચ મોર્ટવેઈટ કહે છે કે પેરી સ્કૂલના પ્રિન્સિપાલને પણ ગોળી મારી દેવામાં આવી હતી. એક પીડિતની હાલત ગંભીર છે, જ્યારે અન્ય ચારની હાલત સ્થિર છે. અધિકારીઓને શાળામાં એક વિસ્ફોટક ઉપકરણ પણ મળ્યું હતું, જેને નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું.


યુનાઇટેડ સ્ટેટ્સમાં બંદૂકની માલિકી સામાન્ય છે. અહીં વસ્તી કરતા વધુ લોકો પાસે હથિયાર છે. સ્મોલ આર્મ્સ સર્વે મુજબ, વિશ્વની કુલ 857 મિલિયન નાગરિક સ્વરક્ષણ કે અન્ય કોઇ પણ કારણસર બંદૂક ધરાવે છે. આ બંદૂકોમાંથી 393 મિલિયન બંદૂકો અમેરિકાના લોકો પાસે છે. વિશ્વની વસ્તીમાં અમેરિકાનો હિસ્સો માત્ર 5 ટકા છે. પરંતુ વિશ્વની કુલ નાગરિક ગનમાંથી 46 ટકા અમેરિકામાં છે.


અમેરિકામાં ગન કલ્ચર નહીં જવાનું કારણ રાજકારણ છે. રાષ્ટ્રપતિથી લઈને રાજ્યોના રાજ્યપાલો પણ બંદૂક સંસ્કૃતિની તરફેણ કરે છે. બંદૂક બનાવતી કંપનીઓ પણ અહીં ઘણી શક્તિશાળી છે.

સંબંધિત લેખો

Back to top button