અમેરિકામાં લોકો ભાડે મરઘા લઈને ઉછેરી રહ્યા છે! જાણો અચાનક એવું તે શું થયું

વોશિંગ્ટન ડીસી: અમેરિકામાં ઘરોના બેકયાર્ડમાં મરઘાં ઉછેરવાના ચલણમાં એકદમ વધારો થયો છે. જેનું કારણ છે અમેરિકામાં ઈંડાના સતત (Egg Price rise in USA) વધી રહેલા ભાવ. અહેવાલ મુજબ ઈંડાના ભાવમાં તોતિંગ વધારો નોંધાયો છે, જેને કારણે લોકોને રોજબરોજના ખોરાકમાં વપરાતા ઈંડા બજારમાંથી ખરીદવા વધુ રકમ ચૂકવવી પડી રહી છે. એવામાં કેટલાક લોકોએ તેમના આંગણામાં મરઘાં ઉછેરવાનું શરૂ કર્યું છે, લોકો મરઘીઓ ખરીદવાને બદલે ભાડે (Chicken on rent) લઇ રહ્યા છે.
અહેવાલ મુજબ અમેરિકામાં જાન્યુઆરી 2024 થી ઈંડાના ભાવમાં 65%નો વધારો થયો છે, હાલ ઈંડાનો સરેરાશ ભાવ પ્રતિ કાર્ટન $4.94 (રૂ. 428.65) છે, જ્યારે કેટલક વિસ્તારોમાં ઈંડાના એક કાર્ટનના ભાવ $10 (રૂ.867.42) કે તેથી વધુ છે. જેને કારણે લોકો સસ્તા ઈંડા ખરીદવા માટે અવનવા રસ્તા શોધી રહ્યા છે.
આ કારણે વધી રહ્યા છે ઈંડાના ભાવ:
અમેરિકામાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાના ફાટી નીકળ્યો છે, લાખો મરઘીઓના મોત થયા છે, પોલ્ટ્રીફાર્મ બંધ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ઈંડાના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.
‘રેન્ટ ધ ચિકન’ નામની એક કંપનીએ જણાવ્યું હતું કે તેઓ 6 મહિના માટે મારધા ભાડા પર આપે છે, જેથી લોકોને લાંબા સમય સુધી ચિકન રાખવાની ચિંતા કરવાની જરૂર નથી અને તેમને તાજા ઇંડા પણ મળી રહે છે.
એક સ્વસ્થ મરઘી અઠવાડિયામાં 5 ઈંડા આપી શકે છે. આવી સ્થિતિમાં, મરઘીઓ ભાડે રાખવી એ સસ્તો વિકલ્પ બની રહ્યો છે. અહેવાલ મુજબ અમેરિકામાં ઘણી હેચરીઓમાં ચિકનની માંગમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે ઓક્ટોબરથી ચિકન ફીડની માંગ પણ વધી રહી છે.
યુ.એસ. બ્યુરો ઓફ લેબર સ્ટેટિસ્ટિક્સના અહેવાલ મુજબ, ગયા મહિનાના ટોટલ ફૂડ કોસ્ટમાં થયલા વધારામાં ઇંડાના ભાવનો ફાળો લગભગ બે તૃતીયાંશ જેટલો હતો. આનાથી મોંઘવારીની સમસ્યા વધી શકે છે.
આ પણ વાંચો…ઈલોન મસ્કની નાગરિકતા જોખમમાં! આ કારણે રદ થઇ શકે છે પાસપોર્ટ
ઓછામાં ઓછા 70 લોકો બર્ડ ફ્લૂથી પ્રભાવિત થયા છે, અને એકનું મૃત્યુ નોંધાયું છે. સીડીસીના ડેટા દર્શાવે છે કે માનવ કેસ દૂધ આપનારા પશુઓ, મરઘાં ફાર્મ અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાયા છે.
ઓછામાં ઓછા 70 લોકો બર્ડ ફ્લૂથી પ્રભાવિત થયા છે, અને એકનું મૃત્યુ નોંધાયું છે. સીડીસીના ડેટા દર્શાવે છે કે માનવ કેસ દૂધ આપનારા પશુઓ, મરઘાં ફાર્મ અને અન્ય પ્રાણીઓ દ્વારા ફેલાયા છે.