ઇન્ટરનેશનલ

જાપાન માં સંસદીય ચૂંટણી પૂર્ણ, એક્ઝિટ પોલમાં વડાપ્રધાન ગઠબંધનને બહુમતી

જાપાનમાં રવિવારે મહત્વપૂર્ણ સંસદીય ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. ચૂંટણી બાદ એક્ઝિટ પોલમાં જાપાનના વડાપ્રધાન સના તાકાચીના સત્તાધારી ગઠબંધનને બહુમતી મળતી દર્શાવવામાં આવી છે. જેમાં પબ્લિક ટેલિવિઝન અને જાપાનના અન્ય મુખ્ય નેટવર્ક્સે તેમના એક્ઝિટ પોલનો ઉલ્લેખ કરીને આ માહિતી આપી છે. તાકાચીની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના નેતૃત્વ હેઠળનું ગઠબંધન 465 બેઠકવાળા નીચલા ગૃહમાં બે તૃતીયાંશથી વધુ બેઠકો જીતી શકે છે.

વડાપ્રધાન તાકાચીનાના ગઠબંધન પક્ષને બે તૃતીયાંશ બહુમતી મળવાની અપેક્ષા

એક્ઝિટ પોલમાં વડાપ્રધાન તાકાચીનાના ગઠબંધન પક્ષને બે તૃતીયાંશ બહુમતી મળવાની અપેક્ષા છે. તેમજ ચૂંટણી પૂર્વેની સ્થિતી કરતાં આવેલા ઉછાળાના લીધે તાકાચીને દક્ષિણપંથી એજન્ડાને આગળ વધારી શકશે. જેમાં ચીન સાથે વધતા તણાવ વચ્ચે જાપાનની અર્થવ્યવસ્થા અને લશ્કરી ક્ષમતાઓને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. તેમજ અમેરિકા સાથેના સંબંધોને પણ સારા કરવા માંગે છે. તાકાચીએ ઓક્ટોબરમાં જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું હતું.

વડાપ્રધાન તાકાચીના જાપાનમાં ખૂબ જ લોકપ્રિય

વડાપ્રધાન તાકાચીના જાપાનમાં ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ છેલ્લા સાત દાયકાથી સત્તામાં રહેલા એલડીપી ફંડિંગ અને ધાર્મિક કૌભાંડોનો સામનો કરી રહ્યા છે. તાકાચીએ સત્તા સંભાળ્યાના માત્ર ત્રણ મહિના પછી રવિવારે તાત્કાલિક ચૂંટણી યોજવામાં આવી હતી. તેમજ દક્ષિણપંથી એજન્ડાને આગળ વધારવા માંગે છે.

સુરક્ષા, ઇમિગ્રેશન અને અન્ય નીતિઓમાં સુધારાત્મક ફેરફારો

તાકાચીનાનું ધ્યાન દક્ષિણપંથી નીતિઓને પ્રોત્સાહન આપવા અને જાપાનની સુરક્ષા, ઇમિગ્રેશન અને અન્ય નીતિઓમાં સુધારાત્મક ફેરફારો કરવા પર છે. આ નીતિ બહુમતી તરફ દોરી શકે છે. આ દરમિયાન JIP નેતા હિરોફુમી યોશિમુરાએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ એસ્કેલેટરની ભૂમિકા ભજવશે.

જાપાનમાં હાલમાં જ ફાર – રાઇટ પોપ્યુલિસ્ટ જેવા એન્ટિ ગ્લોબલિસ્ટ અને રાષ્ટ્રવાદી પાર્ટીને બહુમતી મળી છે.

શસ્ત્રોની નિકાસ પરના પ્રતિબંધો હટાવવાનું વચન

વૈશ્વિકતા વિરોધી અને રાષ્ટ્રવાદી સેનસીટો પાર્ટી જેવા દૂર-જમણેરી લોકપ્રિયતાવાદીઓએ તાજેતરમાં જાપાનમાં સ્થાન મેળવ્યું છે. તાકાચીનાએ ડિસેમ્બર સુધીમાં સુરક્ષા અને સંરક્ષણ નીતિઓમાં સુધારો કરવાનું વચન આપ્યું છે. જેમાં શસ્ત્રોની નિકાસ પરના પ્રતિબંધો હટાવવા અને યુદ્ધ પછીના શાંતિવાદી સિદ્ધાંતોથી દૂર જવાનો સમાવેશ થાય છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button