Paris Olympics 2024: અમન સેહરાવતે આ રીતે ઘટાડ્યું 10 કલાકમાં 4.6 કિલો વજન
પેરિસ : ભારતીય રેસલર અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં(Paris Olympics 2024)બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમણે આ મેડલ માટે ઘણી મહેનત કરી હતી. એક રિપોર્ટ અનુસાર અમન સેહરાવતે 10 કલાકમાં 4.6 કિલો વજન ઘટાડ્યું હતું. અમનનું વજન વધી ગયું હતું. પરંતુ તેમણે રાત્રે સખત મહેનત કરીને વજન ઘટાડ્યું હતું.
એક કલાક સુધી ટ્રેડ મિલ પર દોડયા
અમન સેહરાવતના વજન ઘટાડવા અંગે ન્યૂઝ એજન્સી સાથે વાતચીત કરતાં કોચ વીરેન્દ્ર દહિયાએ કહ્યું, જ્યારે સાંજે કુસ્તી સમાપ્ત થઈ ત્યારે અમનનું વજન 4.5 કિલો વધુ હતું. તેમનું વજન 61.5 કિલો હતું. સેમીફાઈનલ પૂરી થતાં જ અમે પહેલા દોઢ કલાકનું સેશન આપ્યું. તેના પછી રાત્રે 12 વાગ્યે અમનને જીમમાં લઈ ગયો. એક કલાક સુધી ટ્રેડ મિલ પર દોડાવ્યા હતા. તેની બાદ સોના બાથ આપવામાં આવ્યું.
900 ગ્રામ વધારે વજન પછી ફરીથી સખત મહેનત કરી
અમનને ટ્રેનિંગ સેશન દરમિયાન સમયાંતરે ગરમ પાણી, લીંબુ અને મધ આપવામાં આવ્યું હતું. પરંતુ રાત્રે 3 વાગ્યાની આસપાસ ફરીથી વજન તપાસવામાં આવ્યું તો તે 900 ગ્રામ વધુ હતું. તેથી કોચ દહિયાએ ફરી પોતાની ટ્રેનિંગ શરૂ કરી. અમન ટ્રેડ મિલ પર દોડવા લાગ્યો. તેની બાદ સોના બાથ આપવામાં આવ્યું હતું.
વિનેશ 100 ગ્રામ વજન ના ઘટાડી શકયા
વિનેશે પેરિસ ઓલિમ્પિક 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ ગોલ્ડ મેડલ મેચ પહેલા તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. વિનેશનું વજન 100 ગ્રામ જેટલું વધારે હતું. તેમણે વજન ઘટાડવા માટે આખી રાત મહેનત કરી અને પરસેવો પાડ્યો. આ સાથે વાળ પણ કાપ્યા અને કપડાં પણ નાના કર્યા. પરંતુ કોઇ પરિણામ ના મળ્યું અને વિનેશને 100 ગ્રામ વજન ભારે પડી ગયું.