Papua New Guinea Landsliding: 2,000થી વધુ લોકો દટાયા, સરકારે કરી આ અપીલ

મેલબોર્નઃ પાપુઆ ન્યૂ ગીનીમાં ભૂસ્ખલન (Papua New Guinea landsliding)ના કારણે 2,000થી વધુ લોકો માટીમાં દટાઈ ગયા છે. સરકાર તરફથી આ માહિતી આપવામાં આવી હતી. સરકારે આપત્તિનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય મદદ માંગી હતી.
ઘટનાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા સતત વધી રહી છે. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભૂસ્ખલનમાં લગભગ 100 લોકો માર્યા ગયા હતા. ઓસ્ટ્રેલિયા પાપુઆ ન્યુ ગિનીની મદદ માટે એરક્રાફ્ટ અને અન્ય સાધનો મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
દક્ષિણ પેસિફિક રાષ્ટ્રના પર્વતીય વિસ્તારોમાં આખી રાત પડેલા વરસાદને આશંકા પેદા કરી હતી કે જે કાદવમાં ગ્રામીઓ દટાયા છે જે ખતરનાક રીતે અસ્થિર બની શકે છે.
ઑસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન રિચાર્ડ માર્લ્સે જણાવ્યું હતું કે તેમના અધિકારીઓ પાપુઆ ન્યુ ગિનીના સમકક્ષો સાથે શુક્રવારથી વાત કરી રહ્યા હતા, જ્યારે એન્ગા પ્રાંતના યામ્બલી ગામ પર એક ટેકરી તૂટી પડી હતી. અત્યાર સુધીમાં માત્ર છ મૃતદેહો જ બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : Papua New Guineaમાં ભૂસ્ખલનમાં 670 લોકોના મોતની આશંકા
પાપુઆ ન્યુ ગિની ઓસ્ટ્રેલિયાનો સૌથી નજીકનો પાડોશી છે અને આ પ્રદેશમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા ઓસ્ટ્રેલિયન પ્રયાસોના ભાગરૂપે તે આ દેશો સાથે સારા સંરક્ષણ સંબંધો વિકસાવી રહ્યા છે.
તબાહ થયેલા આ ગામથી 60 કિમી દૂર આવેલા વાબાગમાં રાત્રે બે કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો. ચિંતાનો વિષય છે કે ત્યાં હજુ પણ ભૂસ્ખલન થઇ રહ્યું છે અને ખડકો નીચે પડી રહ્યા છે.