ઇન્ટરનેશનલ

ઈઝરાયેલના હુમલામાં પેલેસ્ટિનિયન કવિ અને સાહિત્યકાર રેફાત અલારેરનું મોત

રામલ્લાહ: ઇઝરાયલી સેના યુદ્ધના તમામ નિયમોનો ભંગ કરીને ગાઝા પટ્ટીમાં સામાન્ય નાગરિકોની હત્યા કરી રહી છે. ગુરુવારે ઇઝરાયલી સેનાના રોકેટ મારામાં પેલેસ્ટિનિયન નાગરીકોએ તેમના પ્રિય કવિ રેફાત અલારીરને ગુમાવ્યા હતા, 7 ડિસેમ્બરના રોજ ઉત્તર ગાઝામાં ઇઝરાયલી હુમલા તેમનું મોત નીપજ્યું હતું.

અલારેર એક જાણીતા કવિ, લેખક અને સાહિત્યના વિદ્વાન હતા જે ગાઝાની ઇસ્લામિક યુનિવર્સિટીમાં સાહિત્ય શીખવતા હતા. અલારેર યુનિવર્સિટીમાં અંગ્રેજી સાહિત્યના પ્રોફેસર હતા, જ્યાં તેઓ શેક્સપિયરનું સાહિત્ય અને અન્ય વિષયો શીખવતા હતા. ઇઝરાયેલે ગત 11 ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી પણ તોડી પાડી હતી.


એક અહેવાલ મુજબ પેલેસ્ટિનિયન કવિ, લેખક, સાહિત્યના પ્રોફેસર અને એક્ટીવીસ્ટ ડૉ. રેફાત અલારેરને ટાર્ગેટેડ ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યા ગયા હતા. આ હુમલામાં તેમના ભાઈ, બહેન અને બહેનના ચાર બાળકો પણ માર્યા ગયા હતા. રેફાત અલારેર પરિવારમાં તેમની પત્ની નુસાયબા અને તેમના બાળકો જીવિત બચ્યા છે.

https://twitter.com/itranslate123/status/1719701312990830934?s=20

ડૉ. રેફાત અલારેર ગાઝા અનસાઇલેન્સ્ડ (2015) ના સહ-સંપાદક અને ગાઝા રાઈટસ બેક: શોર્ટ સ્ટોરીઝ ફ્રોમ યંગ રાઈટર્સ ઇન ગાઝા પેલેસ્ટાઈન (2014) ના સંપાદક હતા. ડૉ. અલારેર, વી આર નોટ નંબર્સના સ્થાપકોમાંના એક હતા, જે ઇઝરાયેલના 2014ના હુમલા પછી ગાઝામાં શરૂ કરાયેલી સંસ્થા છે અને જે પેલેસ્ટિનિયન લેખકો અને વિચારકોની નવી પેઢીના નિર્માણ માટે સમર્પિત છે જેઓ પેલેસ્ટિનિયન માટે ગહન પરિવર્તન લાવી શકે છે.

તેમના લોકપ્રિય ટ્વિટર એકાઉન્ટ Refaat in Gaza દ્વારા ડૉ. અલારેરે ઇઝરાયેલી દળો દ્વારા તેમના લોકો પર આચરવામાં આવતા અત્યાચારો તેમજ યુ.એસ.ના વહીવટની સખત નિંદા કરતા હતા.


નવેમ્બર 1 થી તેમણે પ્રોફાઇલ પર પિન કરેલી કવિતામાં અલારીર આવનારા ભયંકર ભવિષ્યની વાત કરે છે, અને તેના ફોલોઅર્સને અંધકારમય સમયમાં પણ આશા જગાવવા વિશે વાત કરે છે:


આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ જેમને સંરક્ષણ પ્રાપ્ત છે એવા ડોક્ટર, મેડિકલ સ્ટાફ, પત્રકારોને પણ ઇઝરાયલી સેના દ્વારા નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ઑક્ટોબર 7 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલે ગાઝામાં વિશાળ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલના અવિરત બોમ્બમારાથી 17,100 થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે નાગરિકોનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button