ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનું ચંદ્ર મિશન નકલી, ખુલી ગઇ પોલ, આબરૂના થયા ધજાગરા

ઇસ્લામાબાદઃ હાલમાં પાકિસ્તાનના મીડિયામાં પાકિસ્તાની ચંદ્રયાનની ખૂબ ચર્ચા થઈ રહી છે, પરંતુ પાકિસ્તાનના લોકોએ હવે તેની મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર લોકોએ પાકિસ્તાનના આ કૃત્ય પર હલ્લો મચાવી રહ્યા છે. પાકિસ્તાનના એક વ્યક્તિએ કહ્યું હતું કે, પાકિસ્તાન ભારતના મૂન મિશન-3ની તુલના કરી શકે નહીં. પાકિસ્તાનના લોકો ખોરાકની તંગીનો સામનો કરી રહ્યા છે, પાકિસ્તાને પહેલા આ મુદ્દાઓ ઉકેલવા જોઈએ.

ભારતના મિશન મૂનની સફળતાથી પાકિસ્તાનના પેટમાં ફાળ પડી હતી અને તેણે આનન કાનનમાં તેના સુખધુઃખના સાથીદાર ચીન સાથે મળીને પોતાનું પણ મિશન મુન લોન્ચ કરી દીધું છે. જોકે, પાકિસ્તાનની સૌથી મોટી તકલીફ એ છે કે તેના પોતાના દેશના લોકો જ આ મુન મિશનને નકલી ગણાવી રહ્યા છે.

‘X’ એ પણ પાકિસ્તાનના ચંદ્ર મિશનને નકારી કાઢ્યું છે. જ્યાં પણ લોકો X હેન્ડલ પર પાકિસ્તાની ચંદ્ર મિશનના ફોટા અથવા વીડિયો શેર કરી રહ્યાં છે, ત્યાં X તેની નીચે પોતાની કેટલીક માહિતી આપી રહ્યું છે. એક્સ કહે છે કે ‘ICUBE-Q એ રાઈડ શેર મિશન છે, જે ચીન દ્વારા તેમના ચંદ્ર મિશનના ભાગરૂપે ચંદ્ર પર ઉડાડવામાં આવ્યું છે.

પાકિસ્તાનના લોકોએ કહ્યું હતું કે તેમની સરકાર અંતરિક્ષ મામલે ભારત સાથે સ્પર્ધા કરવાના નામે લોકો સાથે ખોટું બોલે છે. પાકિસ્તાનના લોકોએ કહ્યું કે આ એક ‘પ્રચાર મિશન’ હતું, કારણ કે સેટેલાઇટ પર ક્યાંય પણ ચીનનો ધ્વજ નહોતો અને લોન્ચ દરમિયાન કોઈ પાકિસ્તાની વૈજ્ઞાનિક પણ ચીનમાં હાજર નહોતો.

પાકિસ્તાનના લોકો જણાવે છે કે ‘ચીને આ મિશન શરૂ કર્યું છે, પરંતુ પાકિસ્તાને તેનું નામ ઉમેર્યું છે. જ્યારે કોઈ પણ દેશ કંઈ સારું કરે છે ત્યારે પાકિસ્તાન તેને પોતાનું હોવાનો દાવો કરવા લાગે છે. પાકિસ્તાનના લોકોએ પૂછ્યું કે રોકેટ ચીનનું છે અને જમીન પણ ચીનની છે તો આ મિશન પાકિસ્તાનનું કેવી રીતે બન્યું?

વેલ, દેશના લોકો દ્વારા જ તેમના મુન મિશન વિશે શંકા ઉઠાવવામાં આવતા વૈશ્વિક સમુદાયમાં તો પાકિસ્તાનની આબરૂના લીરેલીરા ઊડી ગયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress