ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના મિસાઇલ પરીક્ષણે ભારતની સાથે અમેરિકાની ચિંતા વધારી!

ઇસ્લામાબાદ: અત્યાર સુધી પાકિસ્તાનની નીતિઓ કે તેની ગતિવિધિઓથી ભારત હંમેશા સાવચેત અને ચિંતિત રહેતું હતું, પરંતુ અમેરિકાએ પહેલીવાર સ્વીકાર્યું છે કે પાકિસ્તાનની દરેક ગતિવિધિ તેના માટે ખતરો છે. હકીકતે પાકિસ્તાન એવી મિસાઇલોનું નિર્માણ કરી રહ્યું છે જે અમેરિકાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, અમેરિકન સરકારે પાકિસ્તાનની સરકારી એરોસ્પેસ અને સંરક્ષણ એજન્સી ‘નેશનલ ડેવલપમેન્ટ કોમ્પ્લેક્સ’ (NDC) સહિત ચાર પાકિસ્તાની કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા છે.

આ પણ વાંચો: ભારતે પોખરણમાં કર્યુ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ, ખાસિયતો જાણીને જ દુશ્મનોના મરી જશે મોતિયા

અમેરિકાને કઈ વાતનો છે ડર?
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન હાઈ-સ્પીડ મિસાઈલની ટેક્નોલોજી પર કામ કરી રહ્યું છે. નિષ્ણાતોને શંકા છે કે તેને આ ટેક્નોલોજી ચીન પાસેથી મળી હશે. કેટલાક નિષ્ણાતો આમાં ઈરાન કનેક્શનની પણ શંકા કરી રહ્યા છે. જોકે, અમેરિકાને ડર છે કે ચીન પાકિસ્તાનના ખભા પર બંદૂક મૂકીને અમેરિકાને નિશાન બનાવી શકે છે.

શાહીન-III મિસાઈલની 2,750 કિમીની રેન્જ
પાકિસ્તાન પર શાહીન-3 અને અબાબીલ મિસાઈલ સિસ્ટમ માટે સાધનો ખરીદવા માટે વિદેશી કંપનીઓ સાથે સહયોગ કરવાનો આરોપ છે. અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું છે કે ઈસ્લામાબાદ સ્થિત સરકારી ફર્મ નેશનલ ડેવલપમેન્ટ કોમ્પેક્સ લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામ માટે પુરવઠો ખરીદવા માંગે છે, જેમાં શાહીન શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનની શાહીન-III મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઈલ છે. અહેવાલો અનુસાર, આ મિસાઈલની રેન્જ 2750 કિલોમીટર છે, જે તેને પાકિસ્તાનની સૌથી લાંબી રેન્જની મિસાઈલ બનાવે છે.

અમેરિકાની ચિંતાઓ પાયાવિહોણી: પાકિસ્તાની વિશેષજ્ઞો
પાકિસ્તાની વિશેષજ્ઞોનું કહેવું છે કે બેલેસ્ટિક મિસાઈલ બનાવવા પાછળ પાકિસ્તાનનો ઉદ્દેશ અન્ય કોઈ દેશ સાથે સ્પર્ધા કરવાનો નથી, પરંતુ ભારતની ઝડપથી વિકસી રહેલી સંરક્ષણ પ્રણાલીથી આગળ વધવાનો છે.

અમેરિકી પ્રતિબંધોના પાકિસ્તાની નિષ્ણાત ડૉ. મન્સૂર અહેમદે કહ્યું કે પાકિસ્તાને હજુ સુધી એવી કોઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું નથી જેની પ્રહાર ક્ષમતા ભારતની બહાર હોય. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાને હજુ સુધી ભારતની જેમ કોઈ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM) બનાવી નથી, જેની રેન્જ 5 કિલોમીટર સુધી છે, તેથી અમેરિકાની ચિંતાઓ પાયાવિહોણી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button