દુપટ્ટો પહેરવાનું કહેતા આ Pakistani You tuberનો ગુસ્સો ચડ્યો આસમાને ન પછી જે થઈ છે… | મુંબઈ સમાચાર

દુપટ્ટો પહેરવાનું કહેતા આ Pakistani You tuberનો ગુસ્સો ચડ્યો આસમાને ન પછી જે થઈ છે…

નવી દિલ્હીઃ મહિલાઓએ શું પહેરવું અને શું ન પહેરવું, શું કરવું ન કરવું તેનો નિર્ણય હજુ પુરુષો કે સમાજ જ કરતો આવે છે અને દરેક દેશમાં, દરેક યુગમાં મહિલાઓએ એક જંગ લડવી પડે છે. ત્યારે એક પાકિસ્તાની યુ ટ્યૂબરે જે મિજાજ બતાવ્યો છે તે મહિલાઓની સ્વતંત્રતા ઈચ્છતા દરેકને ગમી જાય તેવો છે અને આથી તેનો વીડિયો પણ વાયરલ થયો છે. AwesomeMughals આ હેન્ડલ પર વીડિયો શેર કરવામાં આવ્યો છે અને તેમાં બ્રેવ નૈલા પાકિસ્તાની તેમ લખવામાં આવ્યું છે.

વીડિયોમાં એક યંગ પાકિસ્તાની યુ ટ્યૂબર ઈન્ટરવ્યુ લેવા આવે છે. ત્યાં એક યુવાન છોકરો પોતાની શાલ તેને ઓઢાડે છે અને કહે છે કે તે ઈસ્લામિક દેશમાં છે અને તેથી તેણે માથું ઢાકવું જરૂરી છે. બસ પછી ટુ ટયૂબરનો મિજાજ ગયો અને તેણે તે યુવાનને ઝાપટ્યો. તેણે અકળાઈને કહ્યું કે તમારો ઈસ્લામ દુપટ્ટીથી શરૂ થઈને દુપટ્ટાથી પૂરો કેમ થાય છે. આ સાથે તેણે પરવાનગી વિના પોતાને દુપટ્ટો પહેરાવનાર અને ટચ કરનારા એ યુવાનની ઝડતી લીધી અને તેને બરાબરની ખરીખોટી સંભળાવી. તેણે તેને એમ પણ કહ્યું કે મારી પરવાનગી વિના મને ટચ કરવાના ગુનામાં તારી સામે પગલાં પણ લઈ શકાય છે.

https://twitter.com/i/status/1780875457908363414

આ વિડિયો પર પ્રતિક્રિયાઓનો ધમધમાટ જોવા મળ્યો હતો, લોકોએ લડત આપવા બદલ મહિલાની પ્રશંસા કરી હતી. એક યુઝરે કમેન્ટ કરી, કોઈને પણ કોઈ પણ મહિલા પર દુપટ્ટો નાખવાનો અધિકાર નથી. દુપટ્ટો પહેરવો કે ન પહેરવો તે સંપૂર્ણપણે તેની પસંદગી છે. X પર અન્ય એક યુઝરે કહ્યું કે દુનિયાને ધાર્મિક કટ્ટરવાદથી મુક્ત થવાની જરૂર છે. તેમણે કહ્યું, આ કારણે પાકિસ્તાન પાકિસ્તાન જ રહેશે.

સંબંધિત લેખો

Back to top button