viral video: હદ વટાવી ગયેલા કૉ- હૉસ્ટને પાકિસ્તાની ગાયિકા Shaziya Manzoorએ એવો સૂર સંભળાવ્યો કે
લાહોરઃ ટીવી ચેનલો કે ઓટીટી પર આવતા કન્ટેન્ટમાં હૉસ્ટિંગ કરી રહેલા ઘણી વાર સામી વ્યક્તિનું સન્માન કરતા નથી, લોકોને બે ઘડી હસાવવા કે વાહવાહી મેળવવા કે જલદીથી પબ્લિસિટી મેળવવા ગમે તેનું અપમાન કરે છે, ચિપ જૉક્સ ક્રેક કરે છે કે એવા સવાલ પૂછે છે કે સામી વ્યક્તિની પ્રાઈવસીના સરેઆમ ભંગ થાય. આવો જ એક કિસ્સો પડોશી દેશ પાકિસ્તાનમાં બન્યો છે જ્યાં જાણીતી સિંગરે કૉ-સ્ટારની આવી હરકતના બદલામાં તેને લાઈવ શૉમાં થપ્પડ મારી દીધી છે.
પાકિસ્તાનની પ્રખ્યાત ગાયિકા શાઝિયા મંઝૂરે Shaziya Manzoorએ લાઈવ ટીવી શોમાં તેના કો-હોસ્ટને થપ્પડ મારી દીધી હોવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. કાર્યક્રમમાં જ્યારે કો-હોસ્ટે સિંગર શાઝિયાને તેના હનીમૂન વિશે પૂછ્યું કે તમારું હનીમૂન કેવું રહ્યું, જેના પછી શાઝિયા ગુસ્સામાં આવી ગઈ અને કો-હોસ્ટને થપ્પડ મારી દીધી.
કૉ-હોસ્ટે એ જ શોના હોસ્ટ્સ સાથે મજાક કરી, જેમાં મોહસીન અબ્બાસ હૈદર પણ હતો. કૉમેડિયન અને હૉસ્ટિંગ કરી રહેલા શેરી નન્હા Sheri Nanhaને શાઝિયાએ થપ્પડ મારી દીધી. લાઈવ શોમાં નન્હાએ મજાકમાં પૂછ્યું કે હું તને આપણા લગ્ન બાદ હનિમૂન માટે સીધી મોન્ટે કાર્લો લઈ જઈશ, બોલ તને ક્યા ક્લાસમાં મુસાફરી કરવાનું ગમશે? જે બાદ શાઝિયા મંઝૂર ગુસ્સે થઈ ગઈ હતી અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ પછી તેણે ન્હાને તેની વાંધાજનક ટિપ્પણીઓ માટે ઠપકો આપવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે અગાઉ પણ તમે આવું વર્તન કર્યું હતું અને મેં તમારા વર્તનને મજાક સમજી જતું કર્યું હતું, પરંતુ આ વખતે હું ગંભીર છું, શું તમે મહિલાઓ સાથે આવી રીતે જ વાત કરો છો? તમે મને હનિમૂનમાં લઈ જવાની વાત કરી રહ્યા છો.
બીજા હૉસ્ટ હૈદરે બગડેલી બાજુ સંભાળવાની ઘણી કોશિશ કરી. તેણે નન્હાને ઈમ્પ્રોવાઈઝ ન કરતા સ્ક્રીપ્ટને વળગી રહેવા કહ્યું, પણ શાઝિયાનો ગુસ્સો ઓછો ન થયો તે સ્ટૂડિયો રૂમ છોડી ભાગી ગઈ અને પાછી ફરવાની ના પાડી હોવાનું પાકિસ્તાની મીડિયા જણાવે છે. નેટ યુઝર્સે તેનાં ગુસ્સાને યોગ્ય જણાવી રહ્યા છે.