ઇન્ટરનેશનલનેશનલ

કાશ્મીરમાં LoC નજીક જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન, સૈન્યએ કર્યું ‘આ’ પરાક્રમ

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ એલઓસી (LoC) પર ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય ક્ષેત્રના બાલનોઈ-મેંઢર અને ગુલપુર વિસ્તારમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા બાદ સેનાએ ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ તેઓ પાકિસ્તાની સરહદ તરફ પાછા ફર્યા હતા.

તેમણે કહ્યું હતું કે ડ્રોન દ્વારા કોઈ હથિયાર કે કોઈ પણ પ્રકારનો માદક પદાર્થ ફેંકવામાં આવ્યો નથી ને તેની તપાસ માટે બંને વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 6.30 વાગ્યે મેંઢરના બાલનોઈ વિસ્તારમાં બે ડ્રોન ઘૂસતા જોઈને સૈનિકોએ ગોળીબાર કર્યો હતો ત્યાર બાદ ડ્રોન પાકિસ્તાની સરહદમાં પાછા ફર્યા હતા.

તેણે જણાવ્યું હતું કે ગુલપુર વિસ્તારમાં બે ડ્રોન ઉડતા જોયા પછી ભારતીય સેનાના જવાનોએ ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ડ્રગ્સ અને હથિયારો છોડવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે તાજેતરમાં શસ્ત્રો અને માદક દ્રવ્યોને છોડવાના ઉદ્દેશ્ય સાથે સરહદ પારથી ઉડેલા ડ્રોન વિશે માહિતી આપનાર માટે 3 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button