અહો આશ્ચર્યમ! હવે પાકિસ્તાની ટીમને ક્રિકેટ શીખવશે આર્મી

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીએ જાહેરાત કરી છે કે મેન ઇન ગ્રીન તરીકે જાણીતી રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ દેશની સેના સાથે દસ દિવસી તાલીમ લેશે.પાકિસ્તાન સુપર લીગ (PSL) ના સમાપન પછી તરત જ આ શિબિર 25 માર્ચથી 8 એપ્રિલ સુધી યોજાશે.. નકવીએ આશા વ્યક્ત કરી છે કે તાલીમ શિબિર ખેલાડીઓના ફિટનેસ સ્તરમાં વધારો કરશે. PCB અધ્યક્ષે ખુલાસો કર્યો હતો કે કાકુલ લશ્કરી એકેડમીમાં તાલીમ શિબિર યોજવામાં આવશે. પાકિસ્તાનનું આર્મી ખેલાડીઓની તાલીમમાં સામેલ થશે, જેનો ઉદ્દેશ્ય ખેલાડીઓને મદદ અને સમર્થન આપવાનો છે, તેમ જ તેમની શારિરીક સજ્જતા અને વધારવાનો છે.
એક મીડિયા હાઉસને આપેલી મુલાકાતમાં નકવીએ ખેલાડીઓના પ્રદર્શનમાં સુધારો કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમણે અનેક મેચમાં જોયું હતું કે પાકિસ્તાની ખએલાડીઓ સિક્સર ફટકારી શકતા નથી. એવામાં વૈશ્વિક ટીમો સામે રમવામાં તેઓ કંગાળ દેખાવ કરે છે અને હારી જાય છે. આ માટે તેમને આર્મીના કાબેલ અધિકારીઓ દ્વારા શારીરિક શિસ્તના પાઠ પઢાવવા જરૂરી છે.
નકવીએ વિશ્વભરની વિવિધ T20 લીગમાં ભાગ લેવા કરતાં ખેલાડીઓ તેમની રાષ્ટ્રીય ફરજોને પ્રાધાન્ય આપવાના મહત્વ પર ભાર મૂક્યો. આ લીગમાં રમવાથી થતા નાણાકીય લાભોને સ્વીકારતા, નકવીએ ખેલાડીઓને દેશ માટે રમવાની અપીલ કરી હતી. તેંણે ખેલાડીઓને વિનંતી કરી કે તેઓ પાકિસ્તાનને તેમની પ્રથમ પ્રાથમિકતા અને T20 લીગને ગૌણ ગણે.
જોકે, પાકિસ્તાન ક્રિકેટમાં સૈન્યને તાલીમ માટે સામેલ કરવાની બાબત કંઇ નવી નથી. અગાઉ મિસ્બાહ-ઉલ-હકના પાકિસ્તાને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા કાકુલ એકેડમીમાં લશ્કર સાથે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કર્યું હતું.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાલમાં પૈસાના અભાવ સામે ઝઝૂમી રહ્યું છે. નાણાના અભાવે પાકિસ્તાની ટીમ પાસે કોઇ કોચ નથી. એવા સમયે આર્મી દ્વારા પાકિસ્તાની ક્રિકેટ ટીમને ટ્રેનિંગ આપવામાં આવે તે કંઇ ખોટું નથી, એમ નક્વીએ કહ્યું હતું.
જોકે, જ્યારથી આ સમાચાર આવ્યા છે, ત્યારે રાજકીય વિશ્લેષકો એક જ વાત કરી રહ્યા છે કે આ ક્રિકેટ ટ્રેનિંગ નથી પરંતુ ISI દ્વારા ઈન્ટેલિજન્સ ટ્રેનિંગ છે.