Pakistan Train Hijack: સેનાએ 104 બંધકોને છોડાવ્યા, 30 સૈનિકોના મોત…

ઇસ્લામાબાદ: ગઈ કાલ મંગળવારે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો. બલૂચ લિબરેશન આર્મી (BLA) સંગઠન સાથે જોડાયેલા આતંકવાદીઓએ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક (Jaffar Express train Hijack in Pakistan) કરી હતી, ટ્રેનમ લગભગ 500 લોકો સવાર હતાં. ત્યાર બાદ પાકિસ્તાન સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યું હતું. અહેવાલ મુજબ સેનાએ 16 આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 104 મુસાફરોને રેસ્ક્યુ કર્યા છે.
Also read : લલિત મોદી ‘ન ઘરનો ન ઘાટનો’ આ ટાપુ દેશે પણ નાગરિકતા રદ કરી
અલગાવવાદી સંગઠન BLAએ કહ્યું કે તેમણે રેલ્વે ટ્રેક પર વિસ્ફોટકો મૂકીને ટ્રેન રોકી હતી. સંગઠને દાવો કર્યો છે કે તેણે 214 મુસાફરોને બંધક બનાવ્યા છે અને પાકિસ્તાની સેનાના 30 જવાનોને પણ મારી નાખવામાં આવ્યા છે. સંગઠને ધમકી આપી કે સુરક્ષા દળો પીછેહઠ નહીં કરે તો તમામ બંધકોને મોતને ઘાટ ઉતરવામાં આવશે.
અફઘાનિસ્તાનમાં બેઠો છે માસ્ટરમાઇન્ડ:
જાફર એક્સપ્રેસ પાકિસ્તાનના દક્ષિણપશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતના ક્વેટાથી ખૈબર પખ્તુનખ્વાના પેશાવર જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ટ્રેન ટનલ નંબર 8 પાસે પહોંચી ત્યારે આતંકવાદીઓથી તેને રોકીને ઘેરી લીધી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન હાઇજેક કરનારા આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં બેઠેલા BLAના માસ્ટરમાઇન્ડ સાથે સંપર્કમાં છે. આતંકવાદીઓ મહિલાઓ અને બાળકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. પાકિસ્તાની સુરક્ષા દળોએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા છે. બંને બાજુથી ગોળીબાર થઇ રહ્યો છે.
ટ્રેનના લોકેશનને કારણે આ ઓપરેશન ખૂબ જ મુશ્કેલ છેમ સુરક્ષાદળો સાવધાની પૂર્વક આગળ વધી રહ્યા છે. હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આતંકવાદીઓએ રાખી આવી માંગ:
BLA સંગઠને પાકિસ્તાન સરકાર સામે બલૂચ રાજકીય કેદીઓ અને તેમના કાર્યકરોને બિનશરતી મુક્ત કરવા માંગ કરી છે. બદલામાં, તેઓ બંધકોને મુક્ત કરવા તૈયાર છે અને આ માટે તેમણે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. BLA એ ફરી એકવાર ધમકી આપી છે કે જો સેના આ ઓપરેશનમાં ચાલુ રાખશે તો બધા બંધકોને મારી નાખવામાં આવશે. તેમના મૃત્યુ માટે પાકિસ્તાની સેના જવાબદાર રહેશે.
Also read : અમેરિકામાં ફરી એક મંદિર પર હુમલોઃ ભારતવિરોધી નારા પણ દિવાલો પર લખાયા
શું છે BLA?
બલૂચ લિબરેશન આર્મી (BLA) બલુચિસ્તાનનું અલગાવવાદી જૂથ છે, જે એક અલગતાવાદી સંગઠન છે. આ સંગઠન બલુચિસ્તાનની સ્વતંત્રતાની માંગ કરી રહ્યું છે. આ સંગઠનની સ્થાપના વર્ષ 2000 ની આસપાસ થઈ હતી. BLA સતત પાકિસ્તાની સેના અને ચીન સાથે પાકિસ્તાનમાં ચાલી રહેલા પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યું છે.
પાકિસ્તાને તેને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. આ ઉપરાંત અમેરિકા અને યુકે સહિત ઘણા પશ્ચિમી દેશોએ પણ તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. BLA હાલમાં બશીર ઝેબના કમાન્ડ હેઠળ છે.