Pakistan જ આતંકવાદીઓનો ગઢ, એક મહિનામાં સેનાએ 90 આતંકવાદીઓ માર્યા
કરાંચી : ભારતમાં Pakistan જ આતંકવાદ ફેલાવી રહ્યું હોવાનો ખુલાસો પાકિસ્તાનની સેનાએ જ કરી દીધો છે. પાકિસ્તાની સેનાએ કહ્યું કે પાકિસ્તાનની દરેક ગલીમાં આતંકીઓ ફરી રહ્યા છે. તેમની સામે લડવા માટે સેનાએ ઘણી મહેનત કરવી પડશે. જેમાં પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદ વિરુદ્ધ કોર્ટ માર્શલમાં સેનાના પ્રવક્તાએ કેટલાક એવા આંકડા આપ્યા હતા. જેના લીધે પાકિસ્તાન સરકાર ખુલ્લી પડી હતી.
રોજેરોજ ઓપરેશન કરવું પડે છે, છતાં આતંકવાદીઓ ઓછા નથી થઈ રહ્યા
જેમાં પાકિસ્તાની અખબારના રિપોર્ટ અનુસાર સેનાએ કહ્યું કે, સેનાએ પાકિસ્તાનમાં દરરોજ 130 ઓપરેશન કરવાના છે. માત્ર 8 મહિનામાં આતંકવાદીઓ વિરુદ્ધ 32,173 ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે. જેમાંથી ગત મહિને 4,021 ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં 90 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે સેના, ગુપ્તચર એજન્સીઓ અને પોલીસ દરરોજ આતંકવાદીઓ વિરુદ્ધ 130 થી વધુ ઓપરેશન ચલાવી રહી છે. પરંતુ આતંકવાદીઓની સંખ્યા ઓછી નથી થઈ રહી.
8 મહિનામાં 193 જવાનો શહીદ થયા
આતંકવાદીઓ વિરુદ્ધ સેનાના ઓપરેશનમાં ઘણા જવાનો પણ શહીદ થયા છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે છેલ્લા 8 મહિનામાં 193 જવાનો શહીદ થયા છે. જ્યારે સેંકડો સૈનિકો આતંકવાદીઓ સામે લડતા ઘાયલ થયા છે.
ઓપરેશન આતંકીઓનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી ચાલશે : સેના
પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન , લશ્કર-એ-ઈસ્લામ, જમાત-ઉલ-અહરાર સહિત સેંકડો આતંકવાદી સંગઠનો છે. જ્યારે બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓ પાકિસ્તાન આર્મી વિરુદ્ધ હથિયાર ઉઠાવી રહ્યા છે. ત્યાંથી પણ રોજેરોજ હુમલા કરવામાં આવી રહ્યા છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે, સેનાનું આ ઓપરેશન જ્યાં સુધી આતંકીઓનો ખાત્મો નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. પાકિસ્તાનના ખૂણે-ખૂણે આતંકવાદીઓ જન્મી રહ્યા છે. તેમની સામે કાર્યવાહી કરવી જરૂરી બનશે.
Also Read –