પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત…
ઇસ્લામાબાદ: આતંકવાદને પોષનારા પાકિસ્તાનમાં હવે સતત આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. તાજેતરનાં આત્મઘાતી હુમલામાં પાકિસ્તાની સેનાના 17 જવાનોના મોત થયા છે. આ આત્મઘાતી હુમલામાં આતંકવાદીએ પોતાનું વિસ્ફોટક ભરેલું વાહન આર્મી ચેકપોસ્ટ પર ઘુસાડી દીધું હતું. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ આ વિસ્તારમાં વધુ એક આતંકી હુમલામાં પાકિસ્તાની સેનાના 8 જવાનોના મોત થયા હતા.
આ પણ વાંચો : ચીનની ચતુરાઈ કે બદમાશી?: પાકિસ્તાનમાં આતંકવાદ
દીવાલનો ભાગ તૂટી પડતાં સૈનિકોના મોત
સ્થાનિક મીડિયાના અહેવાલમાં જણાવાયું છે કે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો અને આસપાસના માળખાને નુકસાન થયું હતું, જેના પરિણામે 10 સુરક્ષા દળો અને બે ફ્રન્ટિયર કોન્સ્ટેબલરીના જવાનો સહિત 12 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા. સેનાએ કહ્યું કે ત્યારબાદ થયેલી ગોળીબારમાં છ આતંકીઓ પણ ઠાર મરાયા છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 18 જવાનોના મોતથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો : કેનેડામાં ભારતીય મૂળની ગુરસિમરન કૌરના મૃત્યુ અંગે પોલીસે હકીકત જણાવી?
બલૂચિસ્તાનમાં કાર્યવાહીને છૂટ મળતા જ….
પાકિસ્તાનનાં નાગરિક અને સૈન્ય નેતૃત્વએ મંગળવારે બલૂચિસ્તાનમાં આતંકવાદી સંગઠનો વિરુદ્ધ “વિશાળ લશ્કરી કાર્યવાહી”ને મંજૂરી આપ્યાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ કહ્યું કે તેઓ આતંકવાદના જોખમનો નાશ કરવા માટે પ્રતિબદ્ધ છે. સમગ્ર દેશમાં, ખાસ કરીને બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા વર્ષમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે.