ઇન્ટરનેશનલ

પાકિસ્તાન દેવું ચૂકવવા વેચી રહ્યું છે પીઓકેની મિલકતો, જાણો વિગતે

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે કરેલા વળતાં પ્રહાર ઓપરેશન સિંદૂર બાદ પણ પાકિસ્તાનની તેની હરકતથી બાજ નથી આવી રહ્યું. ભારતે ઓપરેશન સિંદૂરમાં 9 આતંકી કેમ્પ અને 11 એરબેઝનો તોડી પાડયા હતા. જો કે તેની બાદ પણ પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનિર કાશ્મીર રાગ આલાપી રહ્યા છે. તેમજ આતંકવાદને સંઘર્ષની લડાઈ ગણાવી રહ્યા છે.

પાકિસ્તાને તેનું દેવું ચૂકવવા માટે આ મિલકતો વેચી

આ દરમિયાન મીડિયા રિપોર્ટ મુજબ દેવામાં ડૂબેલી પાકિસ્તાની સરકાર હવે ગેરકાયદે રીતે પીઓકેની મિલકતો વેચી રહ્યું છે. જેમાં તાજેતરના વર્ષોમાં પાકિસ્તાન સરકારે પીઓકેની મિલકતો વેચવાનું શરૂ કર્યું છે. આ મિલકતો પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર, સિયાલકોટ, રાવલપિંડી અને ખૈબર પખ્તુનખ્વામાં વેચાઈ છે. માહિતી અનુસાર પાકિસ્તાને તેનું દેવું ચૂકવવા માટે આ મિલકતો વેચી છે.

પીઓકેની મિલકત રાવલપિંડીથી ખૈબર પખ્તુનખ્વા સુધી

દેશના ભાગલા પહેલા જમ્મુ અને કાશ્મીર રજવાડા રાજ્યની મિલકત પાકિસ્તાનના લાહોર, સિયાલકોટ, રાવલપિંડી, ઝેલમ, શેખપુરા અને ખૈબર પખ્તુનખ્વામાં ફેલાયેલી હતી. વર્ષ 1961 માં પાકિસ્તાને એક વટહુકમ દ્વારા પીઓકેની મિલકતો પર કબજો કર્યો જેથી તેમની યોગ્ય રીતે જાળવણી થઈ શકે. પીઓકે સરકારને આ મિલકતોમાંથી દૂર કરવામાં આવી હતી.

ચીન પાસેથી 2.1 અબજ ડોલરથી વધુની લોન લીધી

હાલ પાકિસ્તાન પર દેવાનો ભારે બોજ છે. શાહબાઝ સરકારે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)થી લઈને સાઉદી અરેબિયા પાસેથી લાખો અબજો ડોલરની લોન લીધી છે. પાકિસ્તાનના નાણા મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ચીન પાસેથી 2.1 અબજ ડોલરથી વધુની લોન લીધી છે. આ ઉપરાંત 1.3 અબજ ડોલરની બીજી વ્યાપારી લોન પણ લીધી છે.

આ પણ વાંચો…પાકિસ્તાનનું અર્થતંત્ર સંકટમાં સપડાયું, 76,000 અબજ રૂપિયાનું દેવું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button