પાકિસ્તાન સિંધ પ્રાંતમાં ગુપ્ત રીતે બનાવી રહ્યું છે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બર

સિંધ : પાકિસ્તાન સિંધ પ્રાંતના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં ગુપ્ત રીતે પરમાણુ ટનલ અને ભૂગર્ભ ચેમ્બર બનાવી રહ્યું છે.જે તેના પરમાણુ કાર્યક્રમનો હિસ્સો માનવામાં આવે છે. આ ખુલાસો જય સિંધ મુત્તાહિદા મહાઝના પ્રમુખ શફી બુરફત દ્વારા લખાયેલા પત્રમાં કરવામાં આવ્યો હતો.
આ પત્ર પર સિંધુ દેશના આંદોલનકારી અને સિંધી નાગરિક સમાજ જૂથોના પ્રતિનિધિઓ દ્વારા સહી કરવામાં આવી હતી. જયારે સિંધી આંદોલનકારીઓએ સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીને પણ આ મામલાની તાત્કાલિક તપાસ કરવા વિનંતી કરી છે.
આપણ વાચો: પરમાણુ ધમકી આપવાની પાકિસ્તાનની જૂની આદતઃ મુનીરના નિવેદનને ભારતે વખોડ્યું…
ટનલ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી
આ પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ ટનલ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલી છે. આ ટનલનો ઉપયોગ યુરેનિયમને સાચવવા અને પરમાણુ સામગ્રી સંગ્રહ માટે કરવામાં આવી શકે છે. આ પત્રમાં જે સ્થળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મંઝર તળાવની પશ્ચિમ બાજુનો વિસ્તાર છે.
જે કમ્બર-શાહદાદકોટ વિસ્તારની આસપાસ છે. તેમજ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આ વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ આના અનેક નકશા અને ફોટા પણ પત્રમાં સામેલ કરવામાં આવ્યા છે.
Global Safety at Risk: Investigate Pakistan’s Alleged Uranium Enrichment and Nuclear Storage in Sindh Mountains
— Shafi Burfat (@shafiburfat) November 4, 2025
To:
António Guterres, Secretary-General, United Nations Director General, International Atomic Energy Agency (IAEA) Office of the United Nations High Commissioner for…
પાકિસ્તાન પાસે 170 પરમાણુ શસ્ત્રો હોવાનો અંદાજ
આ અંગે શફી બુરફતે ચેતવણી પણ આપી છે કે જો આ અસુરક્ષિત ભૂગર્ભ સુવિધાઓમાં પરમાણુ સામગ્રી હાજર હશે તો તે મોટો વિનાશ સર્જી શકે છે. તેમજ સિંધની નદીઓ, ખેતીલાયક જમીન, જૈવવિવિધતા અને સ્થાનિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે. જેનાથી સરહદ પાર પર્યાવરણીય ખતરો ઉભો થઈ શકે છે.
આ દાવા પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની સક્રિયતાને ઉજાગર કરે છે. જે પહેલાથી જ વૈશ્વિક તપાસ હેઠળ છે. પાકિસ્તાન પાસે 2025 માં આશરે 170 પરમાણુ શસ્ત્રો હોવાનો અંદાજ છે જે આંકડો 200 સુધી વધી શકે છે.



