ઇન્ટરનેશનલ

આવતીકાલથી પાકિસ્તાનમાં SCO ની ઉચ્ચસ્તરીય બેઠકઃ એસ. જયશંકર ઉપસ્થિત રહેશે…

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવતીકાલથી ઇસ્લામાબાદમાં શરૂ થનારી શાંઘાઇ કો ઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટને લઇને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દેશભરમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ અને જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી દ્વારા સતત વિરોધ વચ્ચે આયોજિત આ મેગા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિમંડળો પાકિસ્તાન પહોંચ્યા છે.

ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીન તથા રશિયાના વડા પ્રધાન સહિત અન્ય દેશો અર્થતંત્ર, વેપાર અને પર્યાવરણમાં ચાલી રહેલા સહકાર અંગે ચર્ચા કરવા માટે અહીં શાંઘાઇ કોઓપરેશન સંગઠન(એસસીઓ)ના સરકારના વડાઓની બે દિવસીય ૨૩મી કાઉન્સિલની(સીએચજી) બેઠકમાં ભાગ લઇ રહ્યા છે.

સીએચજીની બેઠકમાં અર્થતંત્ર, વેપાર, પર્યાવરણ, સામાજિક-સાંસ્કૃતિક સંબંધોના ક્ષેત્રોમાં ચાલી રહેલા સહકાર અંગે ચર્ચા કરવામાં આવશે અને સંગઠનની કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

નેતાઓ એસસીઓ સભ્ય દેશો વચ્ચે સહયોગને વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સંગઠનાત્મક નિર્ણય લેશે અને સંગઠનના બજેટને મંજૂરી આપશે. વડાપ્રધાન શહબાઝ શરીફ સીએચજીના વર્તમાન અધ્યક્ષ તરીકે સીએચજી બેઠકની અધ્યક્ષતા કરશે.
વિદેશ કાર્યાલયના જણાવ્યા અનુસાર એસસીઓ સભ્ય દેશોનું પ્રતિનિધિત્વ જયશંકર ઉપરાંત ચીન, રશિયા, બેલારુસ, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વડાપ્રધાન તેમજ ઇરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કરશે.

મંગોલિયાના વડાપ્રધાન અને તુર્કમેનિસ્તાનના મંત્રી પરિષદના ઉપાધ્યક્ષ અને વિદેશ પ્રધાન પણ આ બેઠકમાં ભાગ લેશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker