ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાકિસ્તાનમાં સ્થિતિ વણસી; સેનાએ આપ્યો ‘દેખો ત્યાં ઠાર’નો આદેશ

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સમર્થકો અને તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો દ્વારા જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનના સમર્થનમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ હિંસક પ્રદર્શનમાં ચાર રેન્જર્સના મોત થયા છે. ત્યારબાદ સેનાએ દેખો ત્યાં ઠાર મારવાનો પ આદેશ જારી કર્યો છે. પીટીઆઈના કાર્યકરો તેમના નેતા ઈમરાન ખાનને મુક્ત કરવાની માંગ કરી રહ્યા છે.


Also read: પાકિસ્તાનમાં સેના કેમ્પ પર આતંકી હુમલો; સાતનાં મોત…


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનની જેલમુક્તિની માંગ સાથે તેમના સમર્થકો અને તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો દેખાવો કરી રહ્યા છે. આ પ્રદર્શને હવે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. આ આંદોલનનું નેતૃત્વ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીના નેતૃત્વમાં થઈ થઈ રહ્યું છે. પ્રદર્શન દરમિયાન, દેખાવકારો સાથેની અથડામણમાં ચાર રેન્જર્સના મોત થતાં બાદ સેનાએ સુરક્ષાને લઈને કડક પગલાં લીધા છે.

પ્રદર્શન દરમિયાનની અથડામણમાં 4 જવાનો શહીદ થયા બાદ પ્રશાસન દ્વારા સેનાને કલમ 245 હેઠળ ‘દેખો ત્યાં ઠાર મારવાનો’ આદેશ આપવામાં આવ્યો છે. તેમજ ઈસ્લામાબાદમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાનના રાજકીય ચળવળના પ્રવક્તા ઝુલ્ફી બુખારીએ જણાવ્યું હતું કે, “અથડામણમાં એક પ્રદર્શનકારીનું મોત થયું છે અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે.”


Also read: પાકિસ્તાનમાં વધુ એક આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત…


શા માટે થઈ રહ્યું છે પ્રદર્શન?

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલ જેલમાં બંધ છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમના દ્વારા દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી હતી. તેની પત્ની બુશરા બીબીએ પણ આ અંગે એક વીડિયો મેસેજ શેર કર્યો હતો અને હાલ તેઓ આ પ્રદર્શનનું નેતૃત્વ કરી રહ્યા છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકર્તાઓ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુક્તિની માંગ સાથે ઈસ્લામાબાદ તરફ કૂચ કરી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button