પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ દિવાળી પર્વે શુભેચ્છા આપતા ટ્રોલર્સનો શિકાર થયા

ઇસ્લામાબાદ : પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દિવાળી પર્વે હિંદુ સમૂદાયને શુભેચ્છા આપીને સોશિયલ મીડિયા પર મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ તે ટ્રોલર્સનો શિકાર થયા છે. તેમણે વિશ્વભરના હિન્દુ સમુદાયને શુભેચ્છા સંદેશ મોકલ્યો. તેમણે દિવાળીને અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક ગણાવી.
ટ્રોલર્સનો શિકાર થયા
શાહબાઝ શરીફે ભાર મૂક્યો કે દરેક નાગરિક ગમે તે ધર્મનો હોય તે શાંતિ અને સમાનતાનું જીવન જીવે. જોકે, આ સંદેશ બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં અનેક યુઝર્સ કટાક્ષ કરી રહ્યા છે. તેમજ અન્ય લોકોએ પ્રશ્ન કર્યો કે શું પાકિસ્તાનમાં કોઈ હિંદુ બાકી છે.
આપણ વાંચો: સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનને થયું ભાનઃ શાહબાઝ શરીફે કરી મોટી જાહેરાત
પાકિસ્તાનમાં ફક્ત 10 થી 12 હિન્દુઓ જ બાકી
શાહબાઝ શરીફની પોસ્ટ બાદ #HindusInPakistan અને #DiwaliInPakistan જેવા હેશટેગ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. યુઝર્સે શરીફ પર તીખી ટિપ્પણીઓ કરી. જેમાં એક યુઝરે લખ્યું કે વર્ષ 1947 માં હિન્દુ વસ્તી 20 ટકા હતી. પરંતુ વર્ષ 2025 સુધીમાં તે ઘટીને માત્ર 2.3 ટકા થઈ ગઈ છે.
કદાચ વર્ષ 2040 સુધીમાં, દિવાળીની શુભેચ્છાઓનું આદાનપ્રદાન ફક્ત આંતરરાષ્ટ્રીય સ્તરે થશે. બીજા એક યુઝરે કટાક્ષમાં ટિપ્પણી કરી કે પાકિસ્તાનમાં ફક્ત 10 થી 12 હિન્દુઓ જ બાકી છે. તેથી તેઓ તેમને સીધો મેસેજ મોકલી શક્યા હોત