લગ્ન દરમિયાન વરરાજાને આવ્યો હાર્ટ એટેક… દુલ્હનની સામે જ થયું તેનું મોત
ઇસ્લામાબાદઃ આજકાલ લોકોને હાર્ટ એટેક આવવાની સમસ્યા ઘણી વધી ગઇ છે. અચાનક જ હસતા, રમતા, કામ કરતા લોકોને હાર્ટ એટેક આવી જાય છે અને તેમની જીવનલીલા સમાપ્ત થઇ જાય છે. લોકો ડાન્સ કરતા કરતા અચાનક મૃત્યુ પામે છે. અત્યાર સુધી તો એમ માનવામાં આવતું હતું કે મોટી ઉંમરના લોકોને જ હાર્ટ એટેક આવે છે, પણ હવે તો નાના મોટા, બાળકોને સહુને હાર્ટ એટેક આવી રહ્યા છે.
અને આ વાત ખાલી આપણા દેશ પુરતી જ નથી. અન્ય દેશોમાં પણ હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થવા પામ્યો છે. હાલમાં જ પડોશી દેશ પાકિસ્તાનમાંથી આવો જ એક ડરામણો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વરરાજાને અચાનક હાર્ટ એટેક આવતા તે ઢળી પડ્યો હતો એને તેનું મોત નીપજ્યું હતું.
પાકિસ્તાનમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે સિયાલકોટમાં એક લગ્નનો હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર, વીડિયો સિયાલકોટના ડાસ્કા તહસીલનો છે જ્યાં વર-કન્યા સોફા પર બેઠેલા જોવા મળે છે અને તેમના પરિવારના સભ્યો પણ તેમની આસપાસ બેઠા છે. લગ્નની વચ્ચે, તેમની ખુશી અચાનક ઉદાસીમાં ફેરવાઈ જાય છે જ્યારે વરરાજા અચાનક ભાંગી પડે છે અને શ્વાસ ચાલતા બંધ થઈ જાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે લગ્ન પહેલા વરરાજા કેવી રીતે અચાનક ભાંગી પડે છે. શરૂઆતમાં પરિવારના સભ્યોને કંઈ સમજ પડતી નથી. પછી તે ઝડપથી વરને ઉપાડે છે અને તેને તપાસે છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારજનોએ જણાવ્યું હતું કે વરરાજાનું હાર્ટ એટેકના કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
https://x.com/MeAamAdmi/status/1736820688898732462?s=20