ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના આર્મી ચીફ મુનીર સામે બાથ ભીડનાર નિવૃત્ત મેજર આતંકી જાહેર: લંડનમાં ઘર પર હુમલો

પેશાવરઃ પાકિસ્તાનમાં જે થઈ રહ્યું છે તેની વિશે સમાન્ય અંદાજ તો લગાવી શકાય છે કે હવે સત્તાનું સુકાન આર્મી સંભાળી રહી છે. પાકિસ્તાન સરકારે નિવૃત મેજર આદિલ ફારૂક રઝાને આતંદવાદી જાહેર કરી દેવામાં આવ્યાં છે. આદિલ ફારૂક રઝાને અનુસૂચિ 4 હેઠળ આતંકવાદી જાહેર કરી દેવામાં આવ્યાં છે. આ નિર્ણય બાદ આદિલ રઝાએ એક નિવેદન આપ્યું છે કે તેણે પાકિસ્તાન સરકારની આ કાર્યવાહીને દમનકારી વલણ ગણાવ્યું છે. શું પાકિસ્તાનમાં મુનીર જ સત્તામાં છે? આ પ્રશ્ન અત્યારે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, કારણ કે આદિલ રઝાને મુનીર સામે અવાજ ઉઠાવી રહ્યાં હતા એટલા માટે આતંકી જાહેર કરવામાં આવ્યાં છે.

નિવૃત મેજરને પાકિસ્તાને કેમ આતંકી જાહેર કર્યાં?

આદિલ રઝાએ એવો પણ ખુલાસો કર્યો છે કે, લંડનમાં આવેલા તેના ઘરે કેટલા લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાખોરોએ ઘરમાં તોડફોડ કરીને આખો સામાન વિખેરી નાખ્યો હતો. જો કે, ઘરમાં કોઈ હાજર નહીં હોવાના કારણે જાનહાનિ થઈ નહોતી. હુમલાની જાણ થતાની સાથે જ પોલીસે ઘટનાસ્થળે આવી પહોંચી અને તપાસ શરૂ કરી દીધી હતી. આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો તેની પોલીસને હજી કોઈ જાણકારી મળી નથી.

યુકેમાં આદિલ રઝાના ઘર પર થયો હુમલો

પાકિસ્તાન પર આરોપ લગાડતા આદિલ રઝાએ કહ્યું કે તેનો પરિવાર હવે અસુરક્ષિત છે. કેમ્બ્રિજમાં ઇમરાન ખાનના નજીકના સાથી શહજાદ અકબર પર થયેલા હુમલાના થોડા સમય પછી આ ઘટના બની તેને આદિલ રઝાએ ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. એટલું જ નહીં, પરંતુ યુકેમાં પાકિસ્તાની સરકારના ટીકાકારો અને અસંતુષ્ટો સામે વધતા દમનનો ભય સ્પષ્ટપણે દેખાય છે તેવું પણ જણાવ્યું હતું. લંડન પોલીસ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાર રીતે રિપોર્ટ આવ્યાં બાદ હુમલાની સાચી જાણકારી મળી શકશે.

રઝાને પાકિસ્તાને આતંકવાદી જાહેર કરી દીધા

પાકિસ્તાન હવે પોતાના દેશના લોકો સાથે જ દગાબાજી કરી રહ્યું છે. આદિલ રઝાએ આરોપ લગાવ્યે છે કે, પાકિસ્તાનની સરકાર તેમને લંડનની પ્રત્યાર્પણ કરવામાં નિષ્ફળ રહી હોવાના કારણે હવે તેના પરિવાર પર હુમલો કરાવી રહી છે. આદિલ રઝાને પાકિસ્તાને આતંકવાદી જાહેર કરી દીધા છે. આ નિર્ણય કોઈ ગુના પર આધારિત નહીં પરંતુ તેમના પત્રકારત્વ અને સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવાની સજા હોવાનો આદિલ રઝાએ પાકિસ્તાન સરકાર પર આરોપ લગાવ્યો છે.

સરકાર સામે બોલવાનું બંધ નહીં કરે આદિલ રઝા

આદિલ રઝાએ કહ્યું કે આ નિર્ણય સાબિત છે કે, પાકિસ્તાનની સૈના જ ત્યાની સરકાર ચલાવે છે. એટલું જ નહીં પરંતુ પાકિસ્તાની સૈનાની સત્તાના દમન અભિયાનનો ભાગ ગણાવતા આ નિર્ણયને પોતાના સન્માન તરીકે જુએ છે તેવો પણ ખુલાસો કર્યો છે. ભલે પાકિસ્તાને તેમને આતંકવાદી જાહેર કર્યાં પરંતુ તેઓ બોલવાનું બંધ નહીં કરે તેવી ચીમકી પણ આપી છે. આદિલ રઝાએ કહ્યું કે, હું હજી પણ લોકશાહી, અભિવ્યક્તિની આઝાદી અને સામાન્ય લોકોના હક માટે લડતો રહીશ અને પાકિસ્તાનની સરકાર સામે અવાજ ઉઠાવતો રહીશ.

આપણ વાંચો:  લંડનમાં મેનેજરે ભારતીયને ‘ગુલામ’ કહ્યો: કોર્ટે રૂ.80 લાખનું વળતરનો આદેશ આપ્યો…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button