ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

પાકિસ્તાનમાં નવી સરકાર માટે ફોર્મ્યુલા નક્કી થઇ, આ બે પક્ષો વચ્ચે ગઠબંધન, આ નેતા બનશે PM

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં નવી સરકાર અંગે સસ્પેન્સ સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પરિણામ આવ્યાના 12 દિવસ બાદ, નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) અને બિલાવત ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) વચ્ચેના ગઠબંધન ફોર્મ્યુલાને આખરે મંજૂરી મળી ગઈ છે. બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી. મંગળવારે મોડી રાત્રે બંને પક્ષોના હાઈકમાન્ડે ગઠબંધનમાં સરકાર બનાવવાની જાહેરાત કરી દીધી હતી.

PPPના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ જાહેરાત કરી હતી કે શહેબાઝ શરીફ (72 વર્ષ) પીએમએલ-એનમાંથી વડાપ્રધાન બનશે. બંને પક્ષો ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે. પત્રકારો સાથે વાત કરતા બિલાવલે કહ્યું, પીપીપી અને પીએમએલ-એનએ જરૂરી સંખ્યા હાંસલ કરી લીધી છે અને હવે અમે સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ. સમજૂતીની ફોર્મ્યુલા અનુસાર, PPPના કો-ચેરમેન આસિફ ઝરદારીનું દેશના રાષ્ટ્રપતિ બનવું નિશ્ચિત છે. આ સિવાય PML-Nના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝને પંજાબના મુખ્ય પ્રધાનપદ માટે નામાંકિત કરવામાં આવી હોવાના અહેવાલો છે.


બિલાવલે વધુમાં જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટી અને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ (SIC) દ્વારા સમર્થિત ઉમેદવારો કેન્દ્રમાં સરકાર બનાવવા માટે સંસદમાં સરળ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. બિલાવલે આશા વ્યક્ત કરી હતી કે PML-N સાથે ગઠબંધન સરકાર બનાવવાના રાજકીય સમાચાર અંગે પણ લોકોમાં સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળશે.


હાલમાં શાહબાઝ માટે બીજી વખત વડા પ્રધાન બનવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે. ઇમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા પછી, શાહબાઝ પાકિસ્તાનના 23મા વડાપ્રધાન બન્યા અને એપ્રિલ 2022 થી ઓગસ્ટ 2023 સુધી દેશની બાગડોર સંભાળી. તેઓ પીપીપીના સમર્થનથી સરકારમાં આવ્યા હતા.


આ પહેલા બિલાવલે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ તેમના પિતા આસિફ અલી ઝરદારીને ફરી એકવાર રાષ્ટ્રપતિ બનતા જોવા માંગે છે. દિવંગત વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ ઝરદારી 2008 થી 2013 સુધી રાષ્ટ્રપતિ હતા. તેણે કહ્યું, હું આ એટલા માટે નથી કહી રહ્યો કારણ કે તે મારા પિતા છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે આ સમયે દેશ ભારે સંકટમાં છે અને જો કોઈની પાસે આ આગ ઓલવવાની ક્ષમતા છે તો તે આસિફ અલી ઝરદારી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Power Up Your Mornings: 3 Breakfast Mistakes to Avoid Cricketers Surprisingly Younger Than Their Partners ચૈત્રીય અષ્ટમીએ બને છે આ શુભ સંયોગ Race for the Orange Cap Heats Up in IPL 2024!