પાકિસ્તાને ભારતીય વિમાનો પર એરસ્પેસ પ્રતિબંધ 24 ઓગસ્ટ સુધી લંબાવ્યો

કરાંચી : ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા બાદ તણાવ ઉભો થયો છે. જેમાં પણ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેની બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધને પાકિસ્તાન એરપોર્ટ ઓથીરીટીએ હજુ 24 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ ભારતીય એરલાઈન્સના તમામ વિમાનો, લીઝ પર લીધેલા સૈન્ય કે નાગરિક વિમાનનો સમાવેશ થાય છે. આ અંગેનો નોટમ 18 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો છે જે 24 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.
ભારતે પણ 30 એપ્રિલથી પાકિસ્તાની વિમાન માટે એરસ્પેસ બંધ કર્યો
જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાને 24 એપ્રિલથી ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ બંધ કર્યો છે. જેની બાદ ભારતે પણ 30 એપ્રિલથી પાકિસ્તાની વિમાન માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો છે. તેની બાદથી બંને દેશોએ એકબીજા માટે હજુ પણ એરસ્પેસ બંધ રાખ્યા છે.
ભારત અને પાકિસ્તાનના વચ્ચે તણાવ
ઉલ્લેખનીય છે કે, ભારતે પહલગામમાં આતંકી હુમલા બાદ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર બાદ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં 6 અને 7 જુલાઈના રોજ પાકિસ્તાનમાં સ્થિત નવ આતંકી કેમ્પનો ખાતમો બોલાવ્યો હતો. જેની બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેર પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. જેને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા હતા. ત્યારથી જ ભારત અને પાકિસ્તાનના વચ્ચે તણાવ પેદા થયો છે.
આ પણ વાંચો…પાકિસ્તાનની પોલ છતી થઈ, ટ્રમ્પની પાકિસ્તાન મુલાકતના સમાચારને અમેરિકાએ રદીયો આપ્યો