પાકિસ્તાનની આર્થિક સ્થિતી કથળી, જાહેર દેવું 286.832 બિલિયન ડોલર | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની આર્થિક સ્થિતી કથળી, જાહેર દેવું 286.832 બિલિયન ડોલર

પાકિસ્તાનની આર્થિક સ્થિતી સતત કથળી રહી છે. આ અંગે પ્રકાશમાં આવેલા સત્તાવાર આંકડા મુજબ પાકિસ્તાનનું જાહેર દેવું 286.832 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. જે ગત નાણાકીય વર્ષની સરખામણીએ 13 ટકાનો વધારો છે. જેમાં આંતરિક અને બ્રાહ્ય બંને દેવું સામેલ છે.

જીડીપી અને દેવાનો ગુણોત્તર 70 ટકા સુધી પહોંચ્યો

આ અંગે પ્રકાશમાં આવેલા અહેવાલ મુજબ, જુન 2025માં જીડીપી અને દેવાનો ગુણોત્તર 70 ટકા સુધી પહોંચ્યો છે. જે જુન 2024માં 68 ટકા હતો. જેનું મુખ્ય કારણ ફુગાવો અને આર્થિક વિકાસની ધીમી ગતિ છે. જેમાં સરકાર દ્વારા રાજકોષીય ખાધ ઘટાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં દેવા અને જીડીપીનો ગુણોત્તર વધ્યો છે.

બાહ્ય દેવું 6 ટકા વધ્યું

ગત વર્ષમાં ઘરેલુ દેવું 15 ટકા વધ્યું છે. જે ત્રણ વર્ષમાં સૌથી ઓછો વાર્ષિક વધારો છે. આ દરમિયાન, બાહ્ય દેવું 6 ટકા વધીને 91.8 અબજ ડોલર થયું છે. બાહ્ય દેવામાં વધારો મુખ્યત્વે આઈએમએફ સહાય, એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ગેરંટી વાળી 1 અબજ ડોલરની વાણિજ્યિક લોન અને અન્ય સંસ્થાઓ તરફથી ભંડોળના લીધે થયો છે.

આર્થિક સંકટ વધુ ઘેરું બનશે

પાકિસ્તાનની આ સ્થિતી અંગે નિષ્ણાતો માને છે કે ધીમી આર્થિક વૃદ્ધિ, વધતો સરકારી ખર્ચ અને નોંધપાત્ર બાહ્ય દેવાને કારણે દેશની નાણાકીય સ્થિતિ પડકારજનક બની છે. જો અસરકારક આર્થિક સુધારા અને વિદેશી રોકાણ દ્વારા ટૂંક સમયમાં સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે આર્થિક સંકટ વધુ ઘેરું બનશે.

આ પણ વાંચો…શાંતિ ન થઈ તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થશે, પાકિસ્તાનના રક્ષા પ્રધાને આપી ચેતવણી

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button