પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં કંધાર સહિત અનેક રહેણાંક વિસ્તારો પર ડ્રોન હુમલો | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં કંધાર સહિત અનેક રહેણાંક વિસ્તારો પર ડ્રોન હુમલો

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર તણાવ સતત વધી રહ્યો છે. જેમાં હાલમાં પાકિસ્તાની સેનાના એટેક બાદ તાલીબાન સેનાએ પાકિસ્તાન સીમા પર હુમલો કર્યો હતો. જેના અનેક પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જેની બાદ હવે પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાન પર રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો છે. પાકિસ્તાને કંધાર સહિત અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલો કર્યો છે.

કંધારમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા

પાકિસ્તાન પર તાલિબાન હુમલા બાદ પાકિસ્તાની સેનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેની બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને કંધારના રહેણાંક વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા છે. પાકિસ્તાને કંધારમાં એક પછી એક બે ડ્રોન હુમલા કર્યા છે. જેમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે તણાવ ફરી એકવાર જોખમી સ્તરે પહોંચી ગયો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તાલિબાનના નેતૃત્વ હેઠળની અફઘાન સેનાએ ડુરંડ લાઇન પર આવેલા કુનાર અને હેલમંદ પ્રાંતોમાં પાકિસ્તાનની અનેક સૈન્ય ચોકીઓ પર કબજો કરી લીધો છે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની સ્પષ્ટતા, ભારત વિરુદ્ધ જમીનનો ઉપયોગ નહી થવા દેવાય

12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા

અફઘાન ટીવી ચેનલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અથડામણોમાં ઓછામાં ઓછા 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને બે ઘાયલ થયા છે. બહરમચા જિલ્લાના શકીજ, બીબી જાની અને સાલેહાન વિસ્તારોમાં ભારે ગોળીબાર ચાલુ છે અને આ લડાઈ પક્તિયા પ્રાંતના આરયૂબ જાઝી જિલ્લા સુધી ફેલાઈ ગઈ છે.

અફઘાન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તાલિબાન દળોએ કુનાર અને હેલમંદ પ્રાંતોમાં ડુરંડ લાઇન પાર સ્થિત પાકિસ્તાની સેનાની અનેક ચોકીઓ પર કબજો કરી લીધો છે. શકીજ, બીબી જાની અને સાલેહાન વિસ્તારોમાં લડાઈ હજી પણ ચાલુ છે.”

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button