ઇન્ટરનેશનલ

પાકિસ્તાન ડિફોલ્ટથી બચી શકશે નહીં, રિપોર્ટમાં આપવામાં આવી ચેતવણી

પાકિસ્તાન આર્થિક રીતે દેવાળિયા થવાની કગાર પર છે. એક દેશ તરીકે પાકિસ્તાન નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. ઈસ્લામાબાદ સ્થિત થિંક ટેન્ક તબદલેબે પાકિસ્તાનની આર્થિક કટોકટી પર એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં દેશના નાણાકીય સ્વાસ્થ્યનું ગંભીર ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં પાકિસ્તાનની દેવાની સ્થિતિને ‘ધગધગતા લાવા’ જેવી ગણાવી હતી અને કહ્યું હતું કે પરિસ્થિતિ એટલી ખતરનાક છે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા ભંડોળના બેલઆઉટ પેકેજ સાથે પણ તેનું સંચાલન કરી શકાય એમ નથી કે તેને બદહાલીમાંથી ઉગારી શકાય તેમ નથી.

આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનું દેવું વિનાશક સ્તરે પહોંચી ગયું છે જ્યાંથી પાકિસ્તાનનું ડિફોલ્ટથી બચવું લગભગ અશક્ય છે. જો પાકિસ્તાન એક વખત ડિફોલ્ટ કરશે તો તેના માટે ડિફોલ્ટના ચક્કરમાંથી બહાર આવવું મુશ્કેલ બનશે. તબદલેબનો આ અહેવાલ એવા સમયે આવ્યો છે જ્યારે તાજેતરમાં જ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં મોંઘવારી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો ન હતો. ચૂંટણીમાં મોટાપાયે ગોટાળો થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા.


પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી અને સરકારની રચનાને લઈને હજુ પણ અનિશ્ચિતતા છે જેના કારણે શેરબજારને નકારાત્મક અસર થઈ છે. વડા પ્રધાનપદના ઉમેદવાર શાહબાઝ શરીફે તાજેતરમાં કહ્યું હતું કે આર્થિક સંકટને ટાળવા માટે, શક્ય તેટલી વહેલી તકે IMF પાસેથી બેલઆઉટ પેકેજ મેળવવું પડશે.


પાકિસ્તાનનું માથાદીઠ દેવું 2011માં 823 અમેરિકી ડોલર (રૂ. 68,318) થી વધીને 2023માં 1,122 અમેરિકી ડોલર (રૂ. 93,139) થયું છે. જ્યાં પાકિસ્તાનની માથાદીઠ જીડીપી 2011માં 1,295 અમેરિકી ડોલર હતી. તે વર્ષ 2023માં 6% ઘટીને 1,223 અમેરિકી ડોલર થઈ જશે. પાકિસ્તાનમાં દેવું અને આવક વચ્ચે વધતા જતા અંતરને કારણે વધારાની લોન લેવાની જરૂર છે. પાકિસ્તાનમાં 2011માં એક નવજાત બાળકને વારસામાં પાકિસ્તાની રૂપિયા 70,778નું દેવું મળ્યું હતું. વર્ષ 2023માં તેમાં 4.5 ગણો વધારો થયો છે અને હવે નવજાત શિશુ પર 3,21,341 પાકિસ્તાની રૂપિયાનું દેવું છે. 2011 થી, પાકિસ્તાનનું બાહ્ય દેવું લગભગ બમણું થઈ ગયું છે, જ્યારે તેનું સ્થાનિક દેવું છ ગણું વધી ગયું છે. નાણાકીય વર્ષ-2024 માટે, પાકિસ્તાને દ્વિપક્ષીય અથવા IMF લોનને બાદ કરતાં 30% એટલે કે 49.5 બિલિયન અમેરિકી ડોલરનું દેવું વ્યાજ પેઠે ચૂકવવું પડશે.


પાકિસ્તાન ક્લાયમેટ ચેન્જના પડકારો સામે પણ ઝઝુમી રહ્યું છે. ઉપરાંત પાકિસ્તાન તેની જરૂરિયાતની મોટાભાગની વસ્તુઓ આયાત કરે છે અને તેની નિકાસના કોઇ ઠેકાણા નથી. પાકિસ્તાન દુનિયાભરમાંથી ઉધાર લઇને ખર્ચ કરી રહ્યું છે, જેને કારણે તે ગમે ત્યારે ડિફોલ્ટ કરશે એમ માનવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વડા પાવ વેચીને બની ગઈ સ્ટાર, એક દિવસની કમાણી જાણશો તો… Bigg Boss OTT-3 ના પ્રતિસ્પર્ધીઓ ક્રિકેટ ખેલાડીઓ જેઓ યોગના આસન નિયમિત કરતા હોય છે… પ્રેગનેન્ટ દીપિકાથી લઇને આલિયા સુધી બેબી બમ્પમાં છવાઇ ગઇ આ હિરોઇનો