પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા 25 આતંકી માર્યા ગયા હોવાનો સેનાનો દાવો

ખૈબર પખ્તુનખ્વા : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે. જેમાં અફઘાનિસ્તાનથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર આત્મઘાતી બોમ્બર સહિત પચીસ આતંકવાદીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું છે જે માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ હતા.
પાંચ સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા
આ સમગ્ર ઘટના અંગે પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાંચ સુરક્ષા કર્મચારીઓ પણ માર્યા ગયા હતા. તેમજ શુક્રવારે રાત્રે ઉત્તર વઝીરિસ્તાન અને કુર્રમ જિલ્લામાં હાથ ધરવામાં આવેલા બે ઓપરેશનમાં સુરક્ષા દળોએ શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. સુરક્ષા દળોએ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓના બે મોટા જૂથોની હિલચાલ શોધી કાઢી હતી.
આતંકીઓ ફિત્ના અલ-ખ્વારીજ સાથે જોડાયેલા
પાકિસ્તાની સેનાના નિવેદનમાં જણાવ્યું છે કે, સૈનિકોએ આતંકવાદીઓના આ જૂથોનો અસરકારક રીતે સામનો કર્યો અને ફિત્ના અલ-ખ્વારીજ સાથે જોડાયેલા ચાર આત્મઘાતી બોમ્બર સહિત 25 આતંકીઓને માર્યા હતા.
તહરીક-એ-તાલિબાનને પ્રતિબંધિત કર્યું
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સરકારે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનને ફિત્ના અલ-ખ્વારીજ તરીકે જાહેર કર્યું હતું. આ નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે કુર્રમ જિલ્લામાં ગાકીમાં ઘૂસણખોરી કરતી વખતે 10 વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ આતંકવાદીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો…ભાઈજાને બલૂચિસ્તાનને અલગ દેશ ગણાવતા પાકિસ્તાનને મરચા લાગ્યા! સલમાન ખાનને ‘આતંકવાદી’ જાહેર કર્યો



