પાકિસ્તાનના કુર્રમ જિલ્લામાં પાંચમાં દિવસે પણ ગોળીબારઃ વધુ ત્રણના મોત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના કુર્રમ આદિવાસી જિલ્લામાં વિવિધ સ્થળોએ આજે શનિવારે પાંચમાં દિવસે પણ ગોળીબારની ઘટનાઓ ચાલુ રહી હતી. આ ઘટનામાં વધુ ત્રણ લોકોના મોત થયા છે અને 12 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાન સ્થિત એક અખબારના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
બશખેલ, બોશરાહ, પેવારાહા, ત્રિ મેંગલ, કાંજ અલીઝાઈ અને અન્ય વિસ્તારો સહિત વિવિધ સ્થળોએ અથડામણો ફાટી નીકળી હતી. અથડામણમાં સામેલ જૂથો વચ્ચે ભારે હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયા બાદ મંગળવારે હિંસક અથડામણ થઈ હતી, જેમાં 18 લોકોના મોત થયા હતા અને 35 લોકો ઘાયલ થયા હતા.
આ વીડિયોને બંને જૂથો દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવ્યો હતો અને જિલ્લામાં બે જૂથો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સ્થાનિક અધિકારીઓએ જિલ્લામાં રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર અટકી દેવો અને સેલ્યુલર નેટવર્ક સેવાઓ અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. શૈક્ષણિક સંસ્થાઓને પણ તેમના દરવાજા બંધ કરવાની ફરજ પડી હતી.