ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Sweden Mass Shooting: સ્વીડનની શાળામાં અંધાધુંધ ગોળીબાર, 10 લોકોના મોત…

સ્ટોકહોમ: ગઈ કાલે મંગળવારે સ્વિડનનું ઓરેબ્રો શહેર ગોળીઓના અવાજથી ધણધણી (Mass Shooting at Orebro, Sweden) ઉઠ્યું હતું, શહેરની એક સ્કૂલ કેમ્પસમાં થયેલા અંધાધુંધ ગોળીબારમાં 10 લોકોના મોત થયાના અહેવાલ છે. આ ઘટના સ્વીડનના ઇતિહાસમાં સૌથી ખરાબ માસ શૂટિંગની ઘટના છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર કરનારને ઠાર કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે દેશભરમાં શોકનો માહોલ છે.

Also read : આતંકવાદી હુમલાથી પાકિસ્તાન પરેશાનઃ જાન્યુઆરીના હુમલામાં નોંધાયો વધારો

પોલીસની કાર્યવાહી:
ઓરેબ્રો શહેરના જિલ્લા પોલીસ વડાના જણાવ્યા અનુસાર, ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે, પરંતુ તપાસ ચાલુ હોવાથી પીડિતોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી શકાઈ નથી. પોલીસ હજુ પણ શાળા પરિસરમાં શોધખોળ કરી રહી છે. જનતાને આ વિસ્તારથી દૂર રહેવા અને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે.

અહેવાલ મુજબ ઓરેબ્રો શહેરની બહારના વિસ્તારમાં આવેલી કેમ્પસ રિસ્બર્ગસ્કા સ્કૂલમાં ઘટના બની હતી. આ શહેર રાજધાની સ્ટોકહોમથી લગભગ 200 કિલોમીટર દૂર છે. આ ઘટનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું”
વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસનએ કહ્યું કે સમગ્ર સ્વીડન માટે ખૂબ જ પીડાદાયક દિવસ હતો. તેમણે આ ઘટનાને સ્વીડિશ ઇતિહાસમાં સૌથી ખરાબ માસ શૂટિંગની ઘટના ગણાવી.

હુમલાખોર આતંકવાદ સાથે જોડાયેલો નથી:
સ્કૂલની 20 વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓને પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂરું પાડે. આ સ્કૂલ ઇમિગ્રન્ટ્સ માટે સ્વીડિશ ભાષાના વર્ગો, વ્યાવસાયિક તાલીમ અને બૌદ્ધિક વિકલાંગ લોકો માટે પ્રોગ્રામ્સ પણ ચલાવે છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલાખોર એકલો હતો અને તેનો ગુનાહિત ઈતિહાસ રહ્યો નથી સ્થાનિક પોલીસ વડાએ એમ પણ કહ્યું હતું કે હુમલા પહેલા કોઈ ચેતવણીના સંકેતો આપ્યા ન હતાં, આતંકવાદ સાથે પણ કોઈ શંકાસ્પદ જોડાણ નથી.

Also read : Trade war: ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરીફ લાદ્યો, યુએસ કંપનીઓ સામે તપાસ…

શાળાની શિક્ષિકાએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે તેમણે ગોળીબારના અવાજ સાંભળ્યા હતા. પરીક્ષા પછી મંગળવારે બપોરે કેમ્પસમાં અસામાન્ય રીતે ઓછા વિદ્યાર્થીઓ હતા, ગોળીબાર બાદ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકની બિલ્ડીંગમાં લઇ જવામાં આવ્યા હતાં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button