ઇન્ટરનેશનલ

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અમેરિકાના મંદિરો પણ રામધૂન અને સુંદરકાંડના પાઠથી ગૂંજી ઉઠશે…..

અયોધ્યા: અયોધ્યામાં પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠામાં હવે ફક્ત બે જ દિવસ બાકી છે. ત્યારે દેશ વિદેશમાંથી અનેક હસ્તીઓ પ્રભુ રામનું સ્વાગત કરવા માટે અયોધ્યા પહોંચી ગઈ છે. આખો દેશ આજે રામમય બની ગયો છે જ્યાં જુઓ ત્યાં આજે પ્રભુ રામના નારા સાંભળવા મળી રહ્યા છે અને અયોધ્યા તો જાણે દિવાળી કરતા પણ મોટો તહેવાર મનાવી રહ્યું છે. ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમા તો લોકો પ્રભુ રામનું સ્વાગત કરી રહ્યા છે પરંતુ વિદેશના મંદિરો પણ રામધૂનથી ગૂંજી ઊઠ્યા છે. અમેરિકામાં પણ રામ મંદિર ઉત્સવને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 22 જાન્યુઆરીના રોજ અમેરિકાના મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં લાખોની સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકો ભાગ લે તેવી શક્યતા છે.

અમેરિકાની હિંદુ યુનિવર્સિટીના પ્રમુખ કલ્યાણ વિશ્વનાથને સોશિયલ મીડિયા પોસ્ટમાં કરીને લખ્યું હતું કે ઘણી તકલીફો અને પ્રશ્ર્નો બાદ અયોધ્યાનું મંદિર ફરી ઊભું થયું છે. રામ મંદિર સનાતન ધર્મની શાશ્વત પ્રકૃતિનું પ્રતિક છે. રામ લલા 550 વર્ષ પછી મંદિરમાં બિરાજમાન થવાના છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ વિદેશની ધરતી પર વસતા દરેક ભારતીય નાગરિકને છે. ત્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે તે સમયે અમેરિકાના મંદિરો પણ પ્રભુ રામની ધૂનથી ગૂંજી ઉઠશે .

ટેક્સાસમાં રહેતા શ્રી સીતા રામ ફાઉન્ડેશનના કપિલ શર્માએ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે. અને 22 જાન્યુઆરી એ વિશ્વભરના હિંદુઓ માટે એક મહત્વપૂર્ણ દિવસ બની રહેશે. હ્યુસ્ટનના મંદિરોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમારોહના દિવસે મંદિરોમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. તેમજ ભજનો અને સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. ભગવાન રામનો હવન કરવામાં આવશે. તેમજ ભગવાન રામની શોભાયાત્રા અને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે.

મેરીલેન્ડના ગવર્નર વેસ મૂર શનિવારે વોશિંગ્ટન ડીસીના ઉપનગરમાં રામ મંદિર ઉત્સવ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. અમેરિકામાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું નેતૃત્વ કરતી સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ ઓફ અમેરિકાના અમિતાભ મિત્તલે જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામના લાખો અનુયાયીઓનું લાંબા સમયથી ભગવાન રામનું મંદિર બને તેની રાહ દોઈ રહ્યા હતા. યુ.એસ.માં લગભગ 1,000 મંદિરો છે અને તેમાંથી લગભગ તમામ મંદિરોમાં આ ત્રણ દિવસ સુધી ભગવાન રામને લગતા ઐતિહાસિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress